Home /News /national-international /

હેરિટેજ મઠના શિખરના ખોદકામમાં નીકળ્યું 100 વર્ષ જૂનું ગાયનુ ઘી, જોવા ઉમટી લોકોની ભીડ

હેરિટેજ મઠના શિખરના ખોદકામમાં નીકળ્યું 100 વર્ષ જૂનું ગાયનુ ઘી, જોવા ઉમટી લોકોની ભીડ

જો કે આ બાબતમાં કેટલું સત્ય છે તે તો આ ઘીની લેબોરેટરીમાં તપાસ બાદ જ ખબર પડશે

Rajasthan News - ભારતીય સંસ્કૃતિમાં ગાયના ઘી વિશે એવું માનવામાં આવે છે કે આ ઘી લાંબા સમય સુધી સુરક્ષિત અને સારું રહી શકે છે. મઠમાંથી જે ઘી નીકળ્યું છે તે પણ ઘણું જૂનું છે, છતાં પણ તેમાંથી તાજા છૂટા પડેલા ઘી જેવી સુગંધ આવે છે

ઝુંઝુનુ : ઝુંઝુનુ જિલ્લા (Jhunjhunu district)ના ટાંઈ ગામમાં સો વર્ષ જૂના મઠના ખોદકામમાં નીકળેલું ગાયનું ઘી (Ghee)સમગ્ર શેખાવટી (Shekhwati)માં ચર્ચાનો વિષય બન્યુ છે. આ ઘી જોવા માટે લોકો દૂર-દૂરથી પહોંચી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘી 100 વર્ષ જૂનું છે અને મઠ (Monastery)ના શિખરના ખોદકામ (excavation) દરમિયાન બહાર આવ્યું છે. જો કે આ બાબતમાં કેટલું સત્ય છે તે તો આ ઘીની લેબોરેટરીમાં તપાસ બાદ જ ખબર પડશે. હાલમાં ગાયનું ઘી (Ghee of Cow) કુતૂહલનો વિષય બન્યું છે.

ભારતીય સંસ્કૃતિમાં ગાયના ઘી વિશે એવું માનવામાં આવે છે કે આ ઘી લાંબા સમય સુધી સુરક્ષિત અને સારું રહી શકે છે. મઠમાંથી જે ઘી નીકળ્યું છે તે પણ ઘણું જૂનું છે, છતાં પણ તેમાંથી તાજા છૂટા પડેલા ઘી જેવી સુગંધ આવે છે. આ બાબતને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તપાસવાની જરૂર છે, જેથી જાણી શકાય કે આ ઘી ખરેખર કેટલું જૂનું છે.

રેતીના ઢગલાના આધારે આ ગામનુ નામ ટાંઈ પડ્યું

કળશ જૂના મઠના શિખરના ખોદકામ દરમિયાન મળી આવ્યું છે. આ મઠ ઝુંઝુનુ જિલ્લાના ટાંઈ ગામમાં સ્થિત છે જે 2 હજાર વર્ષથી પણ વધુ જૂનો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ મઠની શરૂઆત રેતીના ઢગલાથી થઈ હતી, જેના આધારે આ ગામનું નામ ટાંઈ પડ્યું હતું. આજથી 105 વર્ષ પહેલા આ આશ્રમ ઈંટ, પથ્થરો અને માટીથી બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - મસ્જિદમાં અજાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર નથી : અલાહાબાદ હાઇકોર્ટ

મઠના શિખરના ખોદકામ દરમિયાન મજૂરોને મળ્યો ઘીનો એક નાનો કળશ

ગ્રામજનો અનુસાર જૂની માન્યતા મુજબ આ મઠના પાછળના ભાગમાં ગાયનું ઘી આ કળશમાં મૂકીને આ મઠના શિખરમાં સારી રીતે બંધ કરીને રાખવામાં આવતું હતું. તે સમયે હવન અને પૂજામાં ગાયના ઘીનો મહત્તમ ઉપયોગ થતો હતો. આજકાલ આ મઠનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે અને આ પુનઃનિર્માણ દરમિયાન જ્યારે આશ્રમનું શિખર તોડવામાં આવ્યું, ત્યારે મજૂરોએ મહંતને જાણ કરી હતી કે શિખરમાં એક નાનુ કળશ મળ્યું છે. જ્યારે મઠના મહંતે કળશ ખોલીને જોયું તો અંદર ગાયનું ઘી હતું. આશ્રમમાં ઘીનુ કળશ મળ્યું હોવાની માહિતી મળતા જ આસપાસના લોકો તેને જોવા માટે આવવા લાગ્યા. આ ગાયના ઘીની ચર્ચા રાજસ્થાનથી નીકળીને મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને આસામ સુધી પહોંચી છે.

પુનનિર્માણ કરતા સમયે ગાયના ઘી ને ફરીથી મઠના શિખરમાં મુકવામાં આવશે

મઠના મહંત સોમનાથ મહારાજના જણાવ્યા અનુસાર, મઠના બાંધકામ મુજબ આ ઘી 100 વર્ષથી પણ વધુ જૂનું છે. મઠની અતૂટ આસ્થાને કારણે ઘી શિખર પર રાખવામાં આવ્યું હતું અને જ્યારે આ મઠનું પુનઃનિર્માણ થશે, ત્યારે તેને ફરીથી મઠના શિખરમાં મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે ગાયનું ઘી લાંબા સમય સુધી સારુ રહેતુ હોવાનું માનવામાં આવે છે. પરંતુ આ બાબતને વૈજ્ઞાનિક પુરાવાઓ પર તપાસવાની જરૂર છે કે આ ઘી ખરેખર કેટલું જૂનું છે. જો કે ઘીને જોઈને કહી શકાય છે કે આ ઘી કોઈ પ્રકારે ખરાબ થયુ નથી અને આમાંથી હાલ પણ તાજા ઘી જેવી જ સુગંધ આવી રહી છે. જો કે આ ઘી કેટલુ જૂનું છે તે વાતની પુષ્ટી ન્યૂઝ18 તરફથી કરવામાં આવતી નથી.
First published:

Tags: Rajasthan news, રાજસ્થાન

આગામી સમાચાર