ચેન્નાઈ: ટ્રાયલ દરમ્યાન 'કોવિશિલ્ડ વેક્સીન'ની (Covishield Vaccine Dose) રસી આપવામાં આવેલા એક 40 વર્ષિય વ્યક્તિએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને અન્ય સામે પાંચ કરોડનું વળતર માંગતી કાયદેસરની નોટિસ મોકલી છે, તેનો આરોપ છે કે, વર્ચ્યુઅલ ન્યુરોલોજીકલ બ્રેકડાઉન અને વિચારવાની સમજવાની ક્ષમતાને નબળી થઈ ગઈ હોવાની ફરિયાદ કરી છે. સાથે જ તેણે, રસીનું પરીક્ષણ બંધ કરવાની માંગ કરી છે.
આ વ્યક્તિએ, પરીક્ષણ રસીને અસુરક્ષિત ગણાવી, તેનું પરીક્ષણ, ઉત્પાદન અને વિતરણ રદ કરવાની માંગ કરી હતી અને જો આવું નહીં કરવામાં આવે તો કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટી (Oxford University) અને ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા સાથે કોવિડશિલ્ડ રસી બનાવવા માટે કરાર કરનારી પુના સ્થિત ભારતીય સીરમ સંસ્થા (SII)ને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે.
નિવાર વાવાઝોડા બાદ દરીયા કિનારે તણાઈને આવ્યું GOLD, હજારો લોકો ચાલુ વરસાદમાં વીણવા ઉમટ્યા
SII ઉપરાંત, રસીના પ્રાયોજક, ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) અને એ વ્યક્તિને રસી આપનાર ઉચ્ચ શિક્ષણ અને સંશોધન સંસ્થાને પણ નોટિસ ફટકારી છે.
આવતીકાલે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ખૂબ જ વિશેષ છે, જાણો આ રસપ્રદ વાતો
આ વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે, તેને રસી આપવામાં આવ્યા પછી તેને તીવ્ર મસ્તિક વિકૃતિ, મગજને નુકસાન કરતી ક્ષતી અથવા રોગનો સામનો કરવો પડ્યો છે અને તમામ તપાસ દ્વારા પુષ્ટિ મળી છે કે, રસી પરીક્ષણ દ્વારા તેના સ્વાસ્થ્યને નુકસાન થયું છે. આ વ્યક્તિને 1 ઓક્ટોબરના રોજ રસી આપવામાં આવી હતી.