કોવિશીલ્ડની નવી કિંમત જાહેર: ખાનગી હૉસ્પિટલોએ એક ડોઝના 600 રૂપિયા ચૂકવવા પડશે

કોવિશીલ્ડની નવી કિંમત જાહેર: ખાનગી હૉસ્પિટલોએ એક ડોઝના 600 રૂપિયા ચૂકવવા પડશે
ફાઇલ તસવીર.

Covishield Vaccine Prices: બુધવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) તરફથી કોવિશીલ્ડ વેક્સીનની નવી કિંમત જાહેર કરવામાં આવી છે.

 • Share this:
  નવી દિલ્હી: પુણે સ્થિત દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (Serum Institute of India)એ વેક્સીનની કિંમત (Covid Vaccine Prices)અંગે મોટી જાહેરાત કરી છે. બુધવારે કંપનીએ કહ્યુ છે કે, રાજ્ય સરકારોને કોવિશીલ્ડ વેક્સીનનો એક ડોઝ 400 રૂપિયામાં મળતો રહેશે. જોકે, ખાનગી હૉસ્પિટલો માટે વેક્સીનની કિંમત 600 રૂપિયા હશે. કંપનીએ ઉત્પાદન બાદ રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે વેક્સીન 50-50 ટકાના ભાગે વહેંચી દેવાનો નિર્ણય કર્યો છે.

  ખાનગી હૉસ્પિટલોએ વધારે કિંમત ચૂકવવી પડશે  કંપનીએ જાણકારી આપે છે કે 50 ટકા વેક્સીન કેન્દ્ર સરકારને આપવામાં આવશે. જે બાદ 50 ટકા વેક્સીન રાજ્ય સરકારો અને ખાનગી હૉસ્પિટલોને આપવામાં આવશે. આ સાથે જ સીરમ ઇન્સ્ટિટ્યૂટે કોવિશીલ્ડની કિંમત પરથી પણ પદડો ઊંચકી લીધો છે. કંપનીએ કહ્યુ છે કે, સરકારને આ વેક્સીન 400 રૂપિયા પ્રતિ ડોઝના ભાવે મળતી રહેશે. જ્યારે ખાનગી હૉસ્પિટલોએ એક ડોઝ માટે 600 રૂપિાય ચૂકવવા પડશે.

  આ પણ વાંચો: 'બધા તબિયત સાચવજો, શરીર નાશવંત છે પરંતુ આત્મા અમર છે,' મુંબઈના મહિલા ડૉક્ટર કોરોના સામે જંગ હાર્યાં

  બુધવારે કંપનીએ કોવિશીલ્ડ સહિત અન્ય વેક્સીન અંગે પણ ચર્ચા કરી હતી. કંપની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક સ્તરે ભારતની વેક્સીનની કિંમત ઓછી છે. આ દરમિયાન અલગ અલગ વેક્સીનના ઉદાહરણ પણ આપવામાં આવ્યા હતા. કંપનીએ માહિતી આપતા કહ્યુ કે, અમેરિકામાં વેક્સીનનો ભાવ 1500 રૂપિયા છે. જ્યારે રશિયન અને ચીનની વેક્સીનની કિંમત 750 રૂપિયા પ્રતિ ડોઝ છે.

  આ પણ વાંચો: રાજકોટ: હાઉસફૂલ હૉસ્પિટલમાં 9,000 રૂપિયા આપો અને બેડ મેળવો, લાલચુ યુવકનો વીડિયો વાયરલ


  આ પણ વાંચો: કોરોના રસી મૂકાવો અને બે કિલો ટામેટા મફત મેળવો! રસીકરણને પ્રોત્સાહન આપવા અનોખી યોજના


  નોંધનીય છે કે ભારતમાં હાલ પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને હૈદરાબાદ સ્થિતિ ભારત બાયોટેક તરફથી તૈયાર કરવામાં આવેલી કોવેક્સીનને ઇમરજન્સી વપરાશ માટે છૂટ આપી છે. કોવિશીલ્ડને ઑક્સફોર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાએ સાથે મળીને તૈયાર કરી છે. જ્યારે કોવેક્સીનને ભારત બાયોટેક અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ સિસર્ચ (ICMR) તરફથી બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પહેલી મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન લગાવવામાં આવશે. હાલ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:April 21, 2021, 14:27 IST