Home /News /national-international /

કોવિશીલ્ડ અંગે મોટા સમાચાર, 73 દિવસમાં બજારમાં નહીં આવી શકે વેક્સિન, સીરમ ઇન્સ્ટિટ્યૂટે કરી સ્પષ્ટતા

કોવિશીલ્ડ અંગે મોટા સમાચાર, 73 દિવસમાં બજારમાં નહીં આવી શકે વેક્સિન, સીરમ ઇન્સ્ટિટ્યૂટે કરી સ્પષ્ટતા

અગાઉ એવી ચર્ચા હતી કે આ વેક્સિન આગામી 73 દિવસમાં બજારમાં ઉપલબ્ધ થશે, જોકે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ આ અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરી છે.

અગાઉ એવી ચર્ચા હતી કે આ વેક્સિન આગામી 73 દિવસમાં બજારમાં ઉપલબ્ધ થશે, જોકે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ આ અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરી છે.

    નવી દિલ્હી : દેશની પહેલી કોરોના વેક્સીન (Corona Vaccine)ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતની પહેલી કોરોના વેક્સીન કોવીશીલ્ડ (Covishield) નજીકના સમયમાં બજારમાં ઉપલબ્ધ થઈ જશે એવા સમાચારમાં હાલમાં તથ્ય જોવા મળતું નથી.  અગાઉ મીડિયા અહેવાલના માધ્યમથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે આગામી 73 દિવસમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાના માધ્યમથી નિર્મિત વેકિસન બજારમાં ઉપલબ્ધ થઈ જશે. જોકે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ આ દાવો નકાર્યો છે. વધુમાં તેના અંગે ખુલાસો પણ આપ્યો છે કે હાલમાં એવી કોઈ સંભાવના નથી.

    અગાઉ બિઝનેસ ટુડેના રિપોર્ટના માધ્યમથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે સીરમ ઇન્ટીપ્ટ્યૂટ ઓફ ઈન્ડિયાના પદાધિકારીઓએ જણાવ્યું કે, ભારત સરકારે અમારી કંપનીને વિશેષ નિર્માણ પ્રાથમિકતા લાઇસન્સ આપ્યું છે. તે મુજબ કંપનીએ વેક્સીનનું ટ્રાયલ પ્રોટોકોલની પ્રક્રિયાને વધુ ઝડપી કરી દીધી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વેક્સીનનું ટ્રાયલ 58 દિવસમાં પૂરું થઈ જશે.

    આ પણ વાંચો :  વધુ એક હૉસ્પિટલમાં આગ: જામનગરની જી.જી.હૉસ્પિટલમાં ICUની બાજુના રૂમમાં આગ, ઇકો મશિન બળીને ખાખ

    સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ શું કહ્યું?

    અગાઉ જે અહેવાલના માધ્યમથી દાવો કરવામાં આવ્યો હતો કે 73 દિવસમાં દેશમાં કોરોનાની વેક્સિન બજારમાં આવી જશે. તેને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ રદીયો આપ્યો છે અને સ્પષ્ટતા કરી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ અંગે એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે.



    આ પણ વાંચો :   સુપ્રીમ કોર્ટે કહ્યું, ફ્લેટના પઝેશનમાં વિલંબ થશે તો બિલ્ડર્સ હોમ બાયર્સને વાર્ષિક 6% વ્યાજ આપશે

    તેમણે આ દાવો ફગાવતા જણાવ્યું હતું કે ' અમે મીડિયામાં પ્રસારિત કોવિશીલ્ડ વેક્સિનના 73 દિવસમાં બપજારમાં ઉપલબ્ધ થવાના અહેવાલો અંગે ખુલાસો આપવા માંગીએ છીએ. આ પ્રકારના અહેવાલો ગેરમાર્ગે દોરનારા છે. હાલમાં ત્રીજા ચરણનું ટ્રાયલ થઈ રહ્યું છે. અમે અધિકારિક રીતે તેની ઉપલબ્ધતા અંગે જાહેરાત કરીશું.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Coronavirus, Coronavirus Case in India, Coronavirus Vaccine, Covid 19 vaccine, Free, કોરોના, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन