કોરોનાની સારવાર ટૂંક સમયમાં જ ઈન્જેક્શનને બદલે 'ટેબ્લેટ'થી થશે, ફાઈઝરનો દાવો

આ કોવિડ-19 એન્ટિ-વાયરલ પીલનું બ્રાન્ડ નેમ પેક્સલોવિડ હશે, જે દિવસમાં બે વાર આપવામાં આવશે.

Fizer, Covid-19 Vaccine: ફાઈઝરએ (Fizer) શુક્રવારે 775 વયસ્કો પર કરેલા અભ્યાસના પ્રારંભિક પરિણામો જાહેર કર્યા. અન્ય એન્ટિવાયરલ સાથે કંપનીની દવા લેનારા દર્દીઓમાં બનાવટી ગોળી લેતા દર્દીઓની સરખામણીમાં એક મહિના પછી હોસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુના સંયુક્ત દરમાં 89 ટકાનો ઘટાડો થયો હતો.

  • Share this:
    વોશિંગ્ટન: કોરોના વાયરસે (Coronavirus) મેડિકલ ક્ષેત્રની સામે ઘણા પડકારો ઉભા કર્યા હતા. ઘણા દેશોમાં કોરોનાની રસી (Corona Vaccine) શોધાઈ ગયા પછી પણ વિવિધ દેશો અને કંપનીઓ દ્વારા વાયરસની શોધ ચાલી રહી છે. આ દરમિયાન અમેરિકાની ફાર્મા કંપની ફાઈઝરએ કોરોનાની દવાને લઈને મોટો દાવો કર્યો છે. કોવિડ-19 સામેની એન્ટિવાયરલ ગોળી (Covid-19 Antiviral Pill) વિશે, ફાઇઝર (Pfizer) ઇન્કએ કહ્યું છે કે, તેની ટેબ્લેટ હોસ્પિટલમાં દાખલ થવા અને રોગચાળાથી થતા મૃત્યુદરને 89 ટકા સુધી ઘટાડવામાં મદદરૂપ છે.

    અમેરિકા સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં આ સમયે કોરોનાની સારવાર માટે માત્ર ઈન્જેક્શનનો ઉપયોગ થઈ રહ્યો છે. ફાઈઝર પહેલા, ફાર્મા કંપની મર્ક કોવિડ-19 સામે એક ગોળી તૈયાર કરી ચૂકી છે. હવે ફાઈઝર પણ કોવિડ-19ને રોકવા માટે ગોળી બનાવનાર ઉત્પાદકોની યાદીમાં સામેલ થઈ ગયું છે. કંપની મર્કની ગોળીએ પહેલાથી જ ઘણા સકારાત્મક પરિણામો આપ્યા છે. આવી સ્થિતિમાં, ફાઈઝર કોવિડ-19 વિરોધી ગોળી પર ઝડપથી કામ કરી રહ્યું છે.

    ટૂંક સમયમાં કોરોની ગોળીને મળશે મંજૂરી

    મહત્વનું છે કે, આ સમયે મર્કની કોવિડ-19 વિરોધી ગોળી સમીક્ષા માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસે ગઈ છે. અને આશા છે કે, ટૂંક સમયમાં તેને કટોકટીના સમયે ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવશે. અગાઉ, બ્રિટનના આરોગ્ય અધિકારીએ ગુરુવારે મર્ક અને રિજબેક બાયોથેરાપ્યુટિક્સ વચ્ચેના સહયોગથી કોવિડ-19 સામે વિશ્વની પ્રથમ એન્ટિવાયરલ ટેબ્લેટના ઉપયોગને મંજૂરી આપી હતી.

    આ પણ વાંચો: આ સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાલ, છ મહિના જ 105 ટકાનો ઉછાળો, શું તમારી પાસે છે?

    ફાઈઝરએ કહ્યું છે કે, તે એન્ટિ-કોરોના ગોળીના અંતિમ પરીક્ષણ પરિણામો સબમિટ કરવાની યોજના ધરાવે છે અને કંપની ટૂંક સમયમાં તેના ઉપયોગ માટે અરજી કરશે. ફાઈઝર દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કોવિડ-19 એન્ટિ-વાયરલ ગોળીનું બ્રાન્ડ નામ Paxlovid હશે, જે દિવસમાં બે વખત આપવામાં આવશે. ફાઈઝર દ્વારા આ ગોળી માટે કુલ 1,219 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આમાંના મોટાભાગના લોકો મેદસ્વી હતા, ગંભીર બીમારીથી પીડાતા હતા અથવા વૃદ્ધ લોકો હતા.

    આ પણ વાંચો: PM મોદીએ ગુજરાતીમાં આપી શુભકામનાઓ કહ્યુ,'નવું વર્ષ સુખ અને સમૃદ્ધિનો ઉજાસ પાથરે'

    ફાઈઝરએ શુક્રવારે 775 વયસ્કો પર તેના અભ્યાસના પરિણામો જાહેર કર્યા. અન્ય એન્ટિવાયરલ સાથે કંપનીની દવા લેતા દર્દીઓએ બનાવટી ગોળી લેતા દર્દીઓની તુલનામાં એક મહિના પછી હોસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુના સંયુક્ત દરમાં 89 ટકાનો ઘટાડો કર્યો હતો. જે દર્દીઓએ દવા લીધી હતી તેમાંથી એક ટકા કરતા ઓછા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હતી અને કોઈનું મૃત્યુ થયું ન હતું. સરખામણી જૂથમાં, સાત ટકા હોસ્પિટલમાં દાખલ થયા હતા અને સાત મૃત્યુ પામ્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published: