નવી દિલ્હી. વૈશ્વિક મહામારી કોવિડ-19 (Covid-19)ની વચ્ચે વિભિન્ન દેશોમાં મળતા નવા વેરિયન્સ્hના નામકરણને લઈ સમસ્યાઓ આવી રહી હતી. સામાન્ય બોલચાલમાં આ વેરિયન્સ્.ને તે દેશોના નામથી પણ બોલાવવામાં આવી રહ્યા હતા, જ્યાંથી તે મળ્યા હતા. તેને લઈને હાલમાં ભારતે આપત્તિ વ્યક્ત કરી હતી. આવી જ રીતે ગયા વર્ષે ચીને પણ કોરોનાને ‘વુહાન વાયરસ’ (Wuhan Virus) કહેવા પર આપત્તિ જાહેર કરી હતી. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ આ સમસ્યાનું સમાધાન શોધી લીધું છે. કોરોના વેરિયન્ટ્સના નામકરણ ગ્રીક આલ્ફાબેટના આધાર પર કરવામાં આવ્યા છે.
ભારતમાં ઓક્ટોબર 2020માં મળેલા વેરિયન્ટ B.1.617.2ને ડેલ્ટા (Delta) વેરિયન્ટ કહેવામાં આવ્યો છે. આ ઉપરાંત એક અન્ય સ્ટ્રેન B.1.617.1નું નામકરણ કપ્પા (Kappa) કરવામાં આવ્યું છે. WHOના નામકરણની આ નવી વ્યવસ્થા વ્યાપક ચર્ચા વિચારણા બાદ શરૂ કરવામાં આવી છે. ભારતની જેમ અન્ય દેશોમાં મળેલા વેરિયન્ટના નામકરણ કરવામાં આવ્યા છે. બ્રિટનમાં 2020માં મળેલા વેરિયન્ટને ‘આલ્ફા’ કહેવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં મળેલા વેરિયન્ટને ‘બીટા’ કહેવામાં આવશે. બીજી તરફ બ્રાઝીલમાં મળેલા વેરિયન્ટનું નામકરણ ‘ગામા’ કરવામાં આવ્યું છે. આવી જ રીતે અમેરિકામાં મળેલા વેરિયન્ટનું નામ પણ રાખવામાં આવ્યું છે.
WHO કોરોનાનાં વેરીયંટના નામ રાખવાની પદ્ધતી તૈયાર કરી
ગ્રીક અક્ષરોમાં કોરોનાનાં નામ રાખવામાં આવશે
વિવિધ વેરીયંટને દેશનાં નામે ઓળખવા પર ભારતે વિરોધ નોંધાવ્યો હતો
આલ્ફા, બીટા, ગામા વગેરે નામ રખાયા
નોંધનીય છે કે, મે મહિનાના પહેલા પખવાડિયામાં ભારતમાં મળેલા કોરોના સ્ટ્રેનને ભારતીય કહેવા પર વિવાદ થઈ ગયો હતો. કેન્દ્ર સરકારે તે અહેવાલોને નકારી કાઢ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે WHOએ કોવિડના B.1.617 વેરિયન્ટને ભારતીય વેરિયન્ટ કહ્યો છે. સરકારે કહ્યું હતું કે WHOએ ક્યારે પણ ભારતીય શબ્દનો પ્રયોગ નથી કર્યો.
ભારતની આપત્તિ બાદ WHOએ પણ તેની પર પ્રતિક્રિયા આપી હતી. WHOએ ટ્વીટર પર શૅર કરીને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કોઈ પણ વેરિયન્ટ્સને દેશના નામ પર રિપોર્ટ નથી કરતું. સંગઠન વાયરસના નવા સ્વરૂપને તના વૈજ્ઞાનિક નામથી સંદર્ભિત કરે છે અને બાકીના લોકોને પાસેથી પણ આવું જ કરવાની અપેક્ષા રાખે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર