Home /News /national-international /

ICMRએ કહ્યું કે કોવિડ 19 વેક્સિનના હ્યુમન ટ્રાયલ માટે 2000 વૉલેન્ટિયર્સ પર કરવામાં આવશે ટેસ્ટ

ICMRએ કહ્યું કે કોવિડ 19 વેક્સિનના હ્યુમન ટ્રાયલ માટે 2000 વૉલેન્ટિયર્સ પર કરવામાં આવશે ટેસ્ટ

પ્રતિકાત્મક તસવીર

    કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે મંગળવારે કહ્યું કે આ મહિનાની શરૂઆતમાં કોવિડ 19 વેક્સીનનું હ્યૂમન ટ્રાયલ શરૂ થશે. આઇસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવ કહ્યું કે આ બંને સાઇટોં પર 1000-1000 વૉલેન્ટિયર્સ પર જલ્દી જ પરીક્ષણ શરૂ કરશે. ભાર્ગવે કહ્યું કે વેક્સીન બનાવતી બે સ્વદેશી કંપનીએ પોતાની સાઇટેં તૈયાર કરી લીધી છે અને લગભગ 1000 માનવ સ્વયંસેવકો પર વિભન્ન જગ્યાએ તેની પર ક્લિનિકલ સ્ટીડ કરવામાં આવશે.

    ભાર્ગવે જણાવ્યું કે રશિયાએ એક રસી બનાવી છે. અને શરૂઆતી ચરણોમાં તેને સફળતા મળી છે. જે પછી તેમણે તેને બનાવવાનું કામ ઝડપી કર્યું છે. ચીનના વેક્સીનનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું. આ સાથે જ તે પોતાના અધ્યનોને પણ ઝડપી બનાવી રહ્યા છે. આઇસીએમઆરના ડીજીએ આગળ કહ્યું કે જેવી રીતે તમે આજે વાંચ્યું કે અમેરિકામાં વેક્સીનના ઉમેદવારોના બે વેક્સીનનું કામ ઝડપી છે. બ્રિટનમાં પણ લોકો આને ઝડપથી લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમ ફાસ્ટટ્રેક પર આ મામલે કામ ચાલે છે.

    ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના કેસ પર સ્વાસ્થય મંત્રાલયના ઓએસડી રાજેશ ભૂષણે કહ્યું કે ભારતમાં પ્રતિ 10 જનસંખ્યામાં કોરોનાના કેસ 657 છે. આપણે દુનિયાના તે દેશોમાં છીએ જેમાં પ્રતિ દસ લાખ જનસંખ્યા પર Covidના કેસ સૌથી ઓછા છે. તેમણે કહ્યું કે ભારતમાં પ્રતિ 10 લાખ જનસંખ્યા પર કોરોના કારણે થતી મોતની સંખ્યા 17.2 છે. જ્યારે બીજા દેશોમાં આ ભારતથી 35 ગણું વધુ છે.

    વધુ વાંચો : ગુજરાતના આ શહેરોમાં આજે દેખાશે સ્પેસ સ્ટેશન, 6 મિનિટ સુધી આકાશમાં ચમકશે

    ભૂષણે જણાવ્યું કે માર્ચમાં પ્રતિદિવસ કેસની ગતિ વધીને 31 થઇ ગઇ, મેમાં તે 9 અને મેના અંતમાં 5 ટકા થઇ ગઇ. જો તમે 12 જુલાઇના આંકડા જુઓ તો તે 3.24 ટકા છે. કોરોના મામલે વર્ગીકરણને લઇને ભૂષણે કહ્યું કુલ કેસમાંથી 86 ટકા કેસ ખાલી 10 રાજ્યો સુધી જ સીમિત છે. તેવામાં 2 રાજ્ય મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં 50 ટકા કેસ છે. અને અન્ય 8 રાજ્યોમાં 36 ટકા કેસ છે. આ રિકવરી રેટને લઇને સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે રિકવરી રેટ લગભગ 26 હતો. મેના અંતમાં તે 48 ટકા અને જુલાઇ સુધી તે લગભગ 63 ટકા થયો છે.

    દેશમાં કોવિડ 19ની તપાસ પર ભૂષણે કહ્યું કે WHOના કહેવા મુજબ અમે પ્રતિ 10 લાખ જનસંખ્યા પર 140 લોકોના ટેસ્ટ પ્રતિ દિવસ કરીએ છીએ. અને આ કોમ્પ્રિહેસિંવ ટેસ્ટિંગ છે. ભારતમાં 22 રાજ્ય તેવા છે જેમાં પ્રતિદિવસ 10 લાખ જનસંખ્યામાં 140થી વધુ લોકોનો ટેસ્ક કરવામાં આવી રહ્યો છે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Covid 19 vaccine, COVID-19, કોરોના વાયરસ, ગુજરાત, ભારત, મુંબઇ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन