પ્લાનિંગ વગરના લૉકડાઉન પર સોનિયા ગાંધીએ કહ્યું, કોઈ દેશે આવું નથી કર્યું

News18 Gujarati
Updated: April 2, 2020, 2:15 PM IST
પ્લાનિંગ વગરના લૉકડાઉન પર સોનિયા ગાંધીએ કહ્યું, કોઈ દેશે આવું નથી કર્યું
સોનિયાની સરકારને સલાહઃ વધુ માત્રામાં મેડિકલ તપાસ કરાવો, આ એકમાત્ર વિકલ્પ

સોનિયાની સરકારને સલાહઃ વધુ માત્રામાં મેડિકલ તપાસ કરાવો, આ એકમાત્ર વિકલ્પ

  • Share this:
નવી દિલ્હીઃ કૉંગ્રેસ (Congress)  અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ ગુરુવારે કહ્યું કે કોરોના વાયરસ (Coronavirus)ના સંકટનો સામનો કરવા માટે સતત મેડિકલ તપાસની જરૂર છે અને ચિકિત્સાકર્મીઓને પૂરો સહયોગ આપવો જોઈએ અને તેમને અંગત સુરક્ષા ઉપકરણ પૂરા પાડવા જોઈએ. સોનિયાએ કૉંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની વીડિયો કોન્ફરન્સ બેઠકમાં આ વાત રજૂ કરી. સોનીયા ગાંધીએ કહ્યું કે, 21 દિવસનું લૉકડાઉન જરૂરી હતું પંરતુ તેને પ્લાનિંગ વગર લાગુ કરી દેવામાં આવ્યું. લૉકડાઉનના કારણે લાખો પ્રવાસી શ્રમિકોનું ઉત્પીડન થયું.

કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાના ટ્વટિ મુજબ, બેઠકમાં સોનિયાએ કહ્યું કે, અમે આ વિકટ સ્વાસ્થ્ય અને માનવીય સંકટના સમયે મળી રહ્યા છીએ. આપણી સામે આ બહુ જ મોટો પડકાર છે પરંતુ તેનો સામનો કરવાનો આપણો સંકલ્પ વધુ મોટો હોવો જોઈએ.

‘વિશ્વસનીય રીતે મેડિકલ તપાસ કરાવ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી’

સોનિયા ગાંધીએ કહ્યું કે, સતત અને વિશ્વસનીય રીતે મેડિકલ તપાસ કરાવવા સિવાય કોવિડ 19 સામે લડવાનો કોઈ વિકલ્પ નથી. આપણા ડૉક્ટરો, નર્સો અને સ્વાસ્થ્યકર્મીઓને તમામ પ્રકારનો સહયોગ મળવો જોઈએ. કૉંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, સ્વાસ્થ્યકર્મીઓને N-95 માસ્ક અને PPE સૂટ જેવા અંગત સુરક્ષા ઉપકરણ યુદ્ધના ધોરણે પૂરા પાડવાની જરૂર છે.

આ પણ વાંચો, હૈદરાબાદની લેબમાં તૈયાર થઈ રહ્યો છે કોરોના વાયરસ, ટૂંક સમયમાં દવા અને રસીની થઈ શકે છે શોધ

સોનિયા ગાંધીએ લૉકડાઉન મુદ્દે કહ્યું કે, કોરોના લૉકડાઉનના કારણે ઊભી થયેલી સ્થિતિનો સામનો કરવા માટે સરકારે એક વિસ્તૃત રણનીતિ બનાવવી જોઈએ. આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ ઉપસ્થિત હતા. તેઓએ કહ્યું કે, કોવિડ 19 ના પડકારનો સામનો કરવા માટે કૉંગ્રેસ પર્ટી રાષ્ટ્રની સાથે ઊભી છે.આ બેઠકમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, કોરોના મુખ્ય રીતે વૃદ્ધ, ફેફસાંની બીમારી, ડાયાબિટીસ અને હૃદયરોગવાળા લોકો પર હુમલો કરી રહ્યો છે. તમામ રાજ્ય સરકારોને આ શ્રેણીઓના લોકો માટે વિશેષ પરામર્શ જાહેર કરવાની સાથે તેમની દેખભાળ કરવી જોઈએ.

આ પણ વાંચો, કોરોનાઃ અમેરિકામાં માસ્કની ઘટ, ટ્રમ્પે કહ્યું, સ્કાર્ફ બાંધીને કામ ચલાવો

 
First published: April 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading