Home /News /national-international /COVID-19: કોરોના વાયરસને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, વુહાનની લેબમાં બન્યો હતો કોવિડ વાયરસ
COVID-19: કોરોના વાયરસને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, વુહાનની લેબમાં બન્યો હતો કોવિડ વાયરસ
અમેરિકાના વૈજ્ઞાનિકે પોતાની બુકમાં કર્યો મોટો ખુલાસો
ન્યૂયોર્ક પોસ્ટના એક સમાચાર મુજબ મહામારી વિજ્ઞાની હફે પોતાની નવી બુક 'દ ટ્રુથ અબાઉટ વુહાન' (The Truth About Wuhan)માં દાવો કર્યો છે કે, આ મહામારી અમેરિકી સરકારે ચીનમાં કોરોના વાયરસ રિસર્ચના ફંડીંગનું કારણ બની હતી.
નવી દિલ્હી: ચીનના વુહાન લેબમાંથી એક વિવાદાસ્પ રિસર્ચ પ્રયોગશાળામાં કામ કરનારા અમેરિકાના એક વૈજ્ઞાનિકે એક સનસનીખેજ ખુલાસો કર્યો છે, જેમાં કહેવાયું છે કે, 'કોવિડ 19 એક માનવ નિર્મિત વાયરસ હતો'. જે લેબમાંથી લીક થયો હતો. અમેરિકાના શોધકર્તા એંડ્રયૂ હફની એક નવી બુકમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે બે વર્ષ પહેલા વુહાન ઈંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીમાંથી જ કોવિડ-19 વાયરસ લીક થયો હતો. જે ચીનની સરકાર દ્વારા સંચાલિત અને નાણા પોષિત રિસર્ચ લેબ છે.
ન્યૂયોર્ક પોસ્ટના એક સમાચાર મુજબ મહામારી વિજ્ઞાની હફે પોતાની નવી બુક 'દ ટ્રુથ અબાઉટ વુહાન' (The Truth About Wuhan)માં દાવો કર્યો છે કે, આ મહામારી અમેરિકી સરકારે ચીનમાં કોરોના વાયરસ રિસર્ચના ફંડીંગનું કારણ બની હતી. હફની બુકના અમુક અંશ બ્રિટેનના ટેબલોયડ દ સનમાં છપાયા છે. હફ ન્યૂયોર્કમાં આવેલી એક બિનલાભકારી સંગઠન ઈકોહેલ્થ એલાયંસના પૂર્વ ઉપાધ્યાક્ષ છે. જે સંક્રામક રોગના અધ્યયન કરે છે. હફે પોતાની બુકમાં દાવો કર્યો છે કે, ચીનના ગેન ઓફ ફંક્શન પ્રોયગ સમગ્રપણે સુરક્ષા સાથે નથી કર્યા, જેના કારણે તે વુહાન લેબમાંથી લીક થયો.
અંડ્રયૂ હફે પોતાની બુકમાં કહ્યું વુહાન ઈંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીની પ્રયોગશાળાને ચામાચીડિયુંમાં કેટલાય કોરોના વાયરસનું અધ્યયન કરવા માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થામાંથી ફંડીંગ મળી રહ્યું હતું. એનઆઈએચ અને વુહાન લેબની વચ્ચે ઘનિષ્ઠ સંબંધ બની ચુક્યો હતો. NIH બાયોમેડિકલ અને સાર્વજનિક સ્વાસ્થ્ય અને અનુસંધાન માટે અમેરિકી સરકારની પ્રાથમિક એજન્સી છે. હફે લખ્યું છે કે, ચીન પહેલા દિવસથી જાણતું હતું કે, કોવિડ-19 વાયરસ લેબમાં બનાવેલો વાયરસ હતો. તેમણે ચીનને ખતરનાક જૈવ ટેકનોલોજીના હસ્તાંતરણ માટે અમેરિકી સરકારને દોષિત ઠેરવ્યો હતો. તેમણે કહ્યું કે, મેં જે જોયું તો, તેમાં હું ડરી ગયો, અમે ફક્ત તેમને જૈવિક હથિયાર બનાવવા માટે ટેકનિક સોંપી રહ્યા હતા.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર