Home /News /national-international /Covid19 Precaution Dose: 18 વર્ષથી વધુ ઉંમરના લોકો 10 એપ્રિલથી ખાનગી રસીકરણ કેન્દ્રો પર મેળવી શકશે બૂસ્ટર ડોઝ

Covid19 Precaution Dose: 18 વર્ષથી વધુ ઉંમરના લોકો 10 એપ્રિલથી ખાનગી રસીકરણ કેન્દ્રો પર મેળવી શકશે બૂસ્ટર ડોઝ

10 એપ્રિલથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો ખાનગી રસીકરણ કેન્દ્રો પર મળશે બૂસ્ટર ડોઝ

Covid19 Precaution Dose: હવે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો કોવિડ-19 સાવચેતીનો ડોઝ એટલે કે રસીકરણનો ત્રીજો ડોઝ લઈ શકે છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 10 એપ્રિલથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો ખાનગી રસીકરણ કેન્દ્રમાં રસીનો બૂસ્ટર ડોઝ (Covid-19 Booster Dose) મેળવી શકશે.

વધુ જુઓ ...
    કોરોના (Corona) મહામારી સામે ચાલી રહેલી લડાઈ વચ્ચે કેન્દ્ર સરકારે (Central Government) શુક્રવારે મોટી જાહેરાત કરી છે. હવે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો કોવિડ-19નો સાવચેતીનો ડોઝ એટલે કે રસીનો ત્રીજો ડોઝ લઈ શકે છે (Covid-19 Booster Dose). સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 10 એપ્રિલથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો ખાનગી રસીકરણ કેન્દ્રમાં રસીનો બૂસ્ટર ડોઝ મેળવી શકશે.

    તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના સંભવિત ચોથી લહેર પહેલા મહામારી સામે સરકારનું આ એક મોટું પગલું છે. અગાઉ, કેન્દ્ર સરકારે આરોગ્ય કર્મચારીઓ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોરોના રસીના બૂસ્ટર ડોઝની મંજૂરી આપી હતી.

    કોને મળી શકે છે બુસ્ટર ડોઝ  (Condition for Booster Dose)


    કોરોના રસીનો બૂસ્ટર ડોઝ ફક્ત તે લોકો જ આપી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી વધુ છે અને જેમને 9 મહિના પહેલા કોવિડ રસીનો બીજો ડોઝ મળ્યો છે. તમામ ખાનગી હોસ્પિટલોમાં રસીકરણની સુવિધા ઉપલબ્ધ રહેશે.

    આ પણ વાંચો: Video : ઈમરજન્સી લેન્ડિંગ બાદ બે ભાગમાં વહેંચાઇ ગયુ પ્લેન, વીડિયો જોઇ લોકો દંગ

    બૂસ્ટર શોટ વિશે માહિતી આપતા, સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે દેશમાં પ્રથમ અને બીજા ડોઝ માટે સરકારી રોગપ્રતિરક્ષા કેન્દ્રો પર ચાલી રહેલા મફત રસીકરણ કાર્યક્રમની સાથે આરોગ્ય સંભાળ કાર્યકરો, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ કે તેથી વધુ લોકો માટે બૂસ્ટર ડોઝ આપવાનું કામ ચાલુ રહેશે અને તેમાં  પહેલા કરતા વધુ ઝડપી કરવામાં આવશે.

    આ પણ વાંચો: H-1B વિઝા ધારકોના પાર્ટનરને મળશે ઓટોમેટિક વર્ક પરમિટ? જાણો ભારતીયોને શું ફાયદો મળશે

    તમને જણાવી દઈએ કે હાલમાં દેશમાં 15 વર્ષથી વધુ ઉંમરની લગભગ 96 ટકા વસ્તીને કોરોના રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે. જ્યારે, 15 વર્ષથી ઉપરની વસ્તીના લગભગ 83 ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Booster Dose, COVID-19, Vaccine, કોરોના

    विज्ञापन
    विज्ञापन