કોરોનાનો કહેરઃ દેશમાં 24 કલાકમાં 3967 નવા કેસ, 100 લોકોનાં મોત

પ્રતિકાત્મક તસવીર

ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો હાહાકાર યથાવત

 • Share this:
  નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના કુલ કેસોની સંખ્યા 81,970 થઈ ગઈ છે. બીજી તરફ હવે એક્ટિવ કેસ 51,401 છે. શુક્રવારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MOHFW) દ્વારા જાહેર આંકડાઓ મુજબ, દેશભરમાં કોરોનાના કારણે કુલ 2,649 મોત થઈ ચૂક્યા છે. તેની સાથે જ એક દર્દી સાજો થઈને પહેલા વિદેશ જતો રહ્યો છે . કુલ દર્દીઓમાં 111 લોકો વિદેશી છે. શુક્રવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ 24 કલાકમાં 3,967 નવા કેસ સામે આવ્યા છે અને 100 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

  અત્યાર સુધી અંડમાન-નિકોબારમાં 33, આંધ્ર પ્રદેશમાં 2205, અરૂણાચલ પ્રદેશમાં 1, આસામમાં 87, બિહારમાં 994, છત્તીસગઢમાં 60, દાદરા-નગર હવેલીમાં 1, દિલ્હીમાં 8470, ગોવામાં 14, ગુજરાતમાં 9591, હરિયાણામાં 818, જમ્મુ-કાશ્મીરમાં 983, ઝારખંડમાં 197, કર્ણાટકમાં 987, કેરળમાં 560, લદાખમાં 43, મધ્ય પ્રદેશમાં 4426, મહારાષ્ટ્રમાં 27524, મણિપુરમાં 3, મેઘાલયમાં 13, મિઝોરમમાં 1, ઓડિશામાં 611, પુડ્ડુચેરીમાં 13, પંજાબમાં 1935, રાજસ્થાનમાં 4534, તમિલનાડુમાં 9674, ઉત્તરાખંડમાં 78, ઉત્તર પ્રદેશમાં 3902, પશ્ચિમ બંગાળમાં 2377, ત્રિપુરામાં 156, તેલંગાનામાં 1414 અને હિમાચલ પ્રદેશમાં 59 કેસ સામે આવ્યા છે.


  આ પણ વાંચો, કોરોનાઃ સરકારે મંગાવ્યું ‘ખાસ’ મશીન, 24 કલાકમાં કરશે 1200 સેમ્પલ ટેસ્ટિંગ

  બીજી તરફ દેશભરમાં સાજા થનારા દર્દીઓમાં અંડમાન-નિકોબારમાં 33, આંધ્ર પ્રદેશમાં 1192, અરૂણાચલ પ્રદેશમાં 1, આસામમાં 39, બિહારમાં 411, છત્તીસગઢમાં 56, દિલ્હીમાં 3045, ગોવામાં 7, ગુજરાતમાં 3753, હરિયાણામાં 439, જમ્મુ-કાશ્મીરમાં 485, ઝારખંડમાં 87, કર્ણાટકમાં 460, કેરળમાં 491, લદાખમાં 22, મધ્ય પ્રદેશમાં 2171, મહારાષ્ટ્રમાં 6059, મણિપુરમાં 2, મેઘાલયમાં 11, ઓડિશામાં 158, પુડ્ડુચેરીમાં 9, પંજાબમાં 223, રાજસ્થાનમાં 2580, તમિલનાડુમાં 2240, ઉત્તરાખંડમાં 50, ઉત્તર પ્રદેશમાં 2072, પશ્ચિમ બંગાળમાં 768, ત્રિપુરામાં 29, તેલંગાનામાં 950 અને હિમાચલ પ્રદેશમાં 39નો સમાવેશ થાય છે.

  આ પણ વાંચો, દીકરાને હતો કોરોના સંક્રમણનો ખતરો, ફુટબોલર પિતાએ ગળું દબાવી કરી હત્યા
  Published by:Mrunal Bhojak
  First published: