Corona Live Updates: સતત ત્રીજા દિવસે પણ કોરોના કેસો વધ્યા, 24 કલાકમાં 34,403 લોકો સંક્રમિત

ભારતમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. (ફાઇલ તસવીર- Shutterstock)

Covid-19 in India: ભારતમાં એક દિવસમાં વધુ 320 કોવિડ દર્દીઓએ જીવ ગુમાવ્યો, કુલ મૃત્યુઆંક 4 લાખ 44 હજારને પાર

  • Share this:
    Covid-19 Latest Updates, 17 September 2021: ભારતમાં સતત ત્રીજા દિવસે કોવિડ-19થી સંક્રમિત (Corona Pandemic in India) થનારા લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 34 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. કેરળમાં (Kerala Corona Updates) સૌથી વધુ 22  હજારથી વધુ કેસ નોંધાયા છે જ્યારે મહારાષ્ટ્રમાં (Maharashtra Corona Cases) 3500થી વધુ લોકો સંક્રમિત થયા છે. બીજી તરફ, ગુજરાતમાં (Gujarat Coronavirus Cases) પણ સંક્રમણના કેસોમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. આંશિક રાહતની વાત એ છે કે કોવિડ રિકવરી રેટ (Covid Recovery Rate) સુધરીને 97.7 ટકા થઈ ગયો છે.

    કેન્દ્રીય આરોગ્ય વિભાગે શુક્રવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 34,403 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 320 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,33,81,728 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 77 કરોડ 24 લાખ કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 63,97,972 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 25 લાખ 98 હજાર 424 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 37,950 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 3,39,056 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,44,248 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 16 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 54,92,29,149 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના 24 કલાકમાં 15,27,420 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 22 કેસ નોંધાયા છે.


    આ પણ વાંચો, Dengue: જો તમને પણ દેખાય આવા લક્ષણો તો હોઇ શકે છે ડેન્ગ્યુ, તાત્કાલિક જ કરાવો સારવાર

    ગુજરાતમાં કોરોના કેસોમાં આંશિક વધારો

    ગુજરાતમાં Gujarat Coronavirus updates) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 22 કેસ નોંધાયા છે. જેની સામે 23 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2,65,560 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 5,35,85,394 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.

    આ પણ વાંચો, એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ ટાળજો: કેન્સર અને હાર્ટએટેકથી પણ ખતરનાક ગણાતા આ રોગનો છે ખતરો

    ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 5, સુરતમાં 5, વડોદરામાં 3, ભાવનગર, વલસાડમાં 2-2, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને જામનગરમાં 1-1 સહિત કુલ 23 કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં 9, સુરતમાં 7, વડોદરામાં 5, ગાંધીનગર, સાબરકાંઠામાં 1-1દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 149 એક્ટિવ કેસ છે, જેમાં 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 143 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815446 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: