Coronavirus Latest Updates, 05 October 2021: કોરોના વાયરસ સંક્રમણના મામલામાં દેશ હવે રાહતની શ્વાસ લઈ રહ્યો છે. ભારતમાં 209 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ (India Coronavirus Cases) નોંધાયા છે. કેરળમાં સંક્રમણનું જોર (Kerala Covid-19 Cases) ઘટી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 18 જેટલા લોકો સંક્રમિત થયા છે જે પૈકી કેરળમાં 8,850 લોકો સંક્રમિત થયા છે. ગુજરાતમાં પણ કોવિડ-19ના કેસો (Corona Updates in Gujarat) પર મહદઅંશે કાબૂ મેળવાયો છે.
કેન્દ્રીય આરોગ્ય વિભાગે મંગળવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,346 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 263 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,38,53,048 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 91,54,65,826 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 72,51,419 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 31 લાખ 50 હજાર 886 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 29,639 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2,52,902 એક્ટિવ કેસ છે. દેશમાં રિકવરી રેટ 97.90 ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ 4,49,260 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 4 ઓક્ટોબર, 2021 સુધીમાં કુલ 57,53,94,042 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના 24 કલાકમાં 11,41,642 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં 4 ઓક્ટોબર 2021ની સાંજે રાજ્યના 30 જિલ્લા અને 5 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં (Gujarat Coronavirus updates) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 14 કેસ નોંધાયા છે. જેની સામે 22 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં આજની તારીખે રસીના કુલ 6,20,10,101 ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં 4 ઓક્ટોબર 2021ની સાંજે રાજ્યના 30 જિલ્લા અને 5 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા 14 કેસ ફક્ત 3 જિલ્લા અને 3 મનપામાં નોંધાયા છે, જેમાંથી અમદાવાદ શહેરમાં 06, સુરત શહેરમાં 4, સુરત જિલ્લામાં 1, વલસાડમાં 1, ભાવનગર જિલ્લામાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં 4 ઑક્ટોબરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 172 એક્ટિવ કેસ છે આ પૈકીના 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 169 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15, 762 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર