Home /News /national-international /

સાવધાન! બેદરકારીએ કોરોના સંક્રમિતોને બનાવ્યા 'ગુનેગાર', ચાર દર્દીઓ સામે નોંધાઈ FIR

સાવધાન! બેદરકારીએ કોરોના સંક્રમિતોને બનાવ્યા 'ગુનેગાર', ચાર દર્દીઓ સામે નોંધાઈ FIR

ફાઈલ તસવીર

આ પહેલા પણ ત્રણ દર્દીઓ સામે એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. તેમણે ટ્રાવેલ હિસ્ટ્રી સંતાડી હતી અને આઈસોલેશન નોર્મસનું પાલન ન કરવાના કારણે તેમની સામે કાર્યવાહી કરી હતી.

    જબલપુરઃ કોરોના વાયરસ (coronaviurs)ને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સંભવ પ્રયત્નો કરી રહી છે ત્યારે લોકોની બેદરકારીના કારણે પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતું જાય છે. ત્યારે પોલીસ પણ બેદરકાર લોકો સામે પગલાં ભરી રહી છે. જબલપુર (Jabalpur)માં કોરોના સંક્રમિત વધુ એક દર્દી ઉપર એફઆઈઆર (FIR)નોંધવામાં આવી છે. આ સાથે કુલ ચારદર્દીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. તંત્રએ આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે બેદકારી માટે તંત્ર સંક્રમિતોને પણ નથી છોડતું.

    જબલપુર જિલ્લાના કલેક્ટર ભરત યાદવે જણાવ્યું હતું કે અત્યારે 1 હજારથી વધારે સેમ્પલ તપાસ કરવા માટે મોકલવામાં આવ્યા છે. જેમાંથી 744 સંકાસ્પદ રિપોર્ટ મળ્યા છે. જેમાંથી 31ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

    આ પણ વાંચોઃ-coronaથી થયું ડોક્ટરનું મોત, પત્નીએ CMને કરી ભાવુક અપીલ, 'પતિની અંતિમ ઈચ્છા પૂરી કરો'

    આ પહેલા પણ ત્રણ દર્દીઓ સામે એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. તેમણે ટ્રાવેલ હિસ્ટ્રી સંતાડી હતી અને આઈસોલેશન નોર્મસનું પાલન ન કરવાના કારણે તેમની સામે કાર્યવાહી કરી હતી. જ્યારે બુધવારે જે એફઆઈઆર કોરોના પોઝિટિવ મરીઝ ઉપર કરવામાં આવી હતી. આ દર્દી દ્વારા પોતાના કોરોના પોઝિટિવ દર્દીના મોત બાદ અંતિમ સંસ્કારમાં ભીડ એકઠી કરવાનો આરોપ છે.

    આપણ વાંચોઃ- અમર પ્રેમ કહાની! પત્નીના મોત બાદ પતિએ પણ છોડી દુનિયા, એક સાથે ઉઠી દંપતીની નનામી

    જિલ્લા પ્રશાસન દ્વારા અંતેષ્ટી કાર્યક્રમ માટે સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરાવવાના હેતુથી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે. આ કોરોના વાયરસ સંક્રમિત દ ર્દીઓની અંતેષ્ટીમાં પાંચ અથવા સામાન્ય મૃત્યુમાં 20થી વધારે લોકોનો સામેલ થવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આમ છતાં કેટલાક લોકો આનું પાલન નથી કરી રહ્યા.
    Published by:ankit patel
    First published:

    Tags: Corona patient, Coronavirus, COVID-19, Jabalpur, એફઆઇઆર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन