નખમાં આ ફેરફાર જોવા મળે તો થઈ જાવ સાવધાન, તેના માટે કોરોના વાયરસ તો જવાબદાર નથી ને!

નખમાં આ ફેરફાર જોવા મળે તો થઈ જાવ સાવધાન, તેના માટે કોરોના વાયરસ તો જવાબદાર નથી ને!
પ્રતિકાત્મક તસવીર

કોરોના મહામારીના મુખ્ય લક્ષણોમાં તાવ, ઉધરસ, થાક તેમજ સ્વાદ અને ગંધ પારખવાની શક્તિ ગુમાવવી સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના મહામારીના મુખ્ય લક્ષણોમાં તાવ, ઉધરસ, થાક તેમજ સ્વાદ અને ગંધ પારખવાની શક્તિ ગુમાવવી સહિતની બાબતોનો સમાવેશ થાય છે. કોરોના મહામારીની અસર ચામડી પર પણ થાય છે. અલબત્ત, હજુ એક ભાગ એવો છે, જ્યાં પણ કોરોનાનો પ્રભાવ પડે છે. કોરોના સંક્રમણ લાગ્યા બાદ કેટલાક દર્દીઓના નખનો રંગ ફિક્કો પડી જાય છે. કેટલાક દર્દીઓના નખનો આકાર બદલાઈ જાય છે. તેને કોવિડ નખ કહેવામાં આવે છે. નખ ઉપર લાલ કલરની અર્ધચંદ્ર આકૃતિ બને તો પણ તે લક્ષણ છે. ઘણા દર્દીઓને કોરોનાનું સંક્રમણ લાગ્યાના બે અઠવાડિયામાં જ આવું જોયું હોય છે. આવા કિસ્સા સામે આવ્યા છે, પણ તેની સંખ્યા વધુ નથી.

નખ પર આ પ્રકારનો લાલ અર્ધચંદ્રાકાર આકાર સામાન્ય રીતે ભાગ્યે જ જોવા મળે છે. અગાઉ તે નખના પાયાની આટલો નજીક ક્યારેય જોયો નથી. તેથી આ પ્રકારે આકૃતિ દેખાવી તે કોવિડ -19ના સંક્રમણનો સંકેત હોઈ શકે છે.વાયરસથી સંકળાયેલ રક્ત વાહિનીને નુકસાન થયું હોઈ તો પણ નખ પર આ અર્ધચંદ્રાકાર આકૃતિનું જોવા મળી શકે. બીજી તરફ વાયરસ સામેની ઇમ્યુનિટીના કારણે પણ હોઈ શકે છે. જેનાથી લોહી ગંઠાય છે અને નખનો રંગ ફિક્કો પડી શકે છે.

જો વ્યક્તિમાં કોઈ લક્ષણ ન હોય તો તેને ચિંતા કરવાની જરૂર નથી. નખ પર આ નિશાન કેટલા સમય સુધી રહે છે, તેની કોઇ જાણકારી નથી. કેટલાક દર્દીઓમાં એક અઠવાડિયા સુધી, તો કેટલાક દર્દીઓમાં ચાર અઠવાડિયા સુધી નિશાન જોવા મળ્યા હોવાનું રિપોર્ટમાં છે

શારીરિક તણાવના લક્ષણ

કેટલાક દર્દીઓ તેમના હાથ અને પગના નખમાં અલગ પ્રકારની રેખાઓ જોઈ શકે છે. સામાન્ય રીતે આવી રેખાઓ કોરોના સંક્રમણના ચાર અઠવાડિયા અથવા તેનાથી વધુ સમય બાદ જોવા મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ શારીરિક તણાવ, સંક્રમણ, કુપોષણ, કિમોથેરાપીની આડઅસરમાં હોય ત્યારે આવા લક્ષણ જોવા મળી શકે છે. નખ વધતા નથી.

નખમાં આ પ્રકારનો દેખાવ કોરોનાના કારણે પણ હોઈ શકે છે. નખ દર મહિને સરેરાશ બે મીમીથી પાંચ મીમી જેટલા વધે છે. શારીરિક તણાવ હોય તો ચાર પાંચ અઠવાડિયા બાદ નખમાં રેખાઓ જોઈ શકાય તેવી થઈ જાય છે. જેમ જેમ નખ વધે છે, તેમ તેમ તેની ખબર પડવા લાગે છે. જેથી તણાવપૂર્ણ ઘટનાના સમયનું અનુમાન નખમાં રહેલી રેખાઓ પરથી લગાવી શકાય છે. રેખાઓ માટે કોઈ ઉપચાર નથી. કારણકે સમસ્યા ચાલી જાય એટલે નખ પણ સરખા થઈ જાય છે.

નખનો કલર બદલાવાના ત્રણ કેસ

વર્તમાન સમયે મળેલા પુરાવા કોરોના સંક્રમણની ગંભીરતા અને નખમાં થનારા પરિવર્તનના પ્રકાર અથવા સમય સીમા સાથે કોઈ સંબંધ નથી તેવું બતાવે છે. અન્ય અસામાન્ય તારણો ઉપરના તથ્યો કોરોના સંક્રમણના કારણે બે સામાન્ય નેઇલ ફેરફારો સાથે સંકળાયેલા છે. પરંતુ સંશોધકોએ કેટલીક અન્ય અસામાન્ય બાબતો પણ નોંધી હતી. સ્ત્રી દર્દીના નખ બેઝમાંથી ઢીલા થઈ ગયા હતા અને સંક્રમણના ત્રણ મહિના પછી બહાર નીકળી ગયા હતા. આ ઘટનાને ઓનિકોમાડેસીસ તરીકે ઓળખવામાં આવે છે. મહિલા દર્દીને નખના ફેરફારોની સારવાર મળી ન હતી, તેમ છતાં તૂટી ગયેલા નખની નીચે નવા નખ વધતા જોઇ શકાય છે. જે સમસ્યા આપોઆપ ઉકેલાઈ જતી હોવાનું દર્શાવે છે. બીજા દર્દીમાં સંક્રમણ લાગ્યાના 112 દિવસ બાદ નખ પર નારંગીનાં નિશાન જોવા મળ્યાં હતા. આ તકલીફ મામલે તેને કોઈ સારવાર આપવામાં આવી ન હતી. એક મહિના પછી પણ આ ડાઘ ઓછો થયો નહતો. તેની પાછળનું મૂળ કારણ હજુ બહાર આવ્યું નથી. ત્રીજા કિસ્સામાં દર્દીના નખ પર સફેદ રેખાઓ દેખાઈ હોવાનું જાણવા મળ્યું છે. આને મિસ લાઇન્સ અથવા ટ્રાન્સવર્સ લ્યુકોનિઆ તરીકે ઓળખાય છે. તે કોરોના સંક્રમણની પુષ્ટિના 45 દિવસ પછી દેખાયા હતા. આ નખ જેમ જેમ મોટા થાય તેમ તેમ મટે છે.

નખમાં થતા ફેરફાર કોરોના સંક્રમણથી જ હોય તે જરૂરી નથી

નખના ફેરફારને લાગતા આ ત્રણેય કેસને કોવિડ -19ના સંક્રમણ સાથે જોડીને જોવાય તો છે, પણ દરેક મામલે માત્ર ગણ્યાગાંઠ્યા રોગી છે. તેથી એમ કહી શકાય નહીં કે તે રોગને લીધે હતા. આ ત્રણેય કેસમ કોરોના પરિસ્થિતિ સાથે કોઈ લેવાદેવા ન હોય તેવુ પણ બને. આવા લક્ષણોની પુષ્ટિ કરવા હજી દૂર છે. આ માટે હજી ઘણા વધુ કેસોની જરૂર પડશે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના બધા દર્દીઓમાં નખની આ સ્થિતિ હોતી નથી. જેથી આના આધારે કોઈને કોરોના થયો છે તેવું ન કહી શકાય.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ