સાવધાન: કોરોનાની આ વેક્સિન લેવાથી હાર્ટ અટેકનો ખતરો વધારે, થયો મોટો ખુલાસો
કોરોના વેક્સિન (ફાઈલ ફોટો)
ફ્લોરિડાના સર્જન જનરલ ડો. જોસેફ એ લાડાપોએ શનિવારે ચેતેવણી આપતા કહ્યું કે, mRNA કોવિડ વેક્સિન ન લગાવવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, આ કોરોના વેક્સિન લગાવવાથી હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધ ઉપયોગમાં લેવાતી મેસેન્જર રાઈબોઝ ન્યૂક્લિક એસિડ એટલે કે, mRNA વેક્સિનને લઈને ચોંકાવનારા સમાચારો આવ્યા છે. ફ્લોરિડાના સર્જન જનરલ ડો. જોસેફ એ લાડાપોએ શનિવારે ચેતેવણી આપતા કહ્યું કે, mRNA કોવિડ વેક્સિન ન લગાવવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, આ કોરોના વેક્સિન લગાવવાથી હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે. ખાસ કરીને 18થી 39 વર્ષની ઉંમરવાળા પુરુષોમાં હ્દય સંબંધી મોતનો ખતરો વધી જાય છે.
સમાચાર એજન્સી એનએનઆઈના જણાવ્યા અનુસાર, સર્જન જોસેફ લાડાપોએ ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, આજે અમે કોવિડ mRNA વેક્સિન પર વિશ્લેષણ જાહેર કર્યુ છે, જેને લઈને જનતાને જાગૃત કરવાની જરુર છે. આ વિશ્લેષણથી જાણવા મળે છે કે, તેનાથી 18થી 39 વર્ષના પુરુષોમં હ્દય સંબંધી મોતનો ખતરો વધી જાય છે. અમે આ ખતરાને જોતા ચુપ બેસી શકીએ નહીં.
હકીકતમાં જોઈએ તો, ફ્લોરિડા હેલ્થ ડિપાર્ટમેન્ટે વેક્સિન સુરક્ષાનું મૂલ્યાંકન કરવા માટે એક સેલ્ફ કંટ્રોલ્ડ કેસ સીરીઝ દ્વારા વિશ્લેષણ કર્યું છે. આ વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, mRNA કોવિડ રસીકરણ બાદ મૃત્યુદરનું જોખમ વધી જાય છે. ફ્લોરિડા હેલ્થ ડિપાર્ટમેંન્ટે એ લોકોને સલાહ આપી છે, જેમને પહેલાથી હાર્ટ સંબંધી બિમારીઓ જેમ કે, માયોકાર્ડિટિસ અને પેરિકાર્ડિટિસથી પીડિત છે. તેઓ રસી લેતા પહેલા સાવધાની રાખે અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા લોકો સાથે ચર્ચા કરવી.
જો કે ફ્લોરિડા હેલ્થ ડિપાર્ટમેન્ટે બિન એમઆરએનએ વેક્સિનને લઈને કહ્યું કે, તેમાં આ પ્રકારના જોખમ જોવા મળ્યા નથી. સર્જન જનરલ ડો. જોસેફ લાડાપોએ કહ્યું કે, રસી સહિત કોઈ પણ દવાની સુરક્ષા અને પ્રભાવકારિતાનું અદ્યયન સાર્વજનિક સ્વાસ્થ્યનું એક મહત્વનું ઘટક છે. તેમણે કહ્યું કે, રસીની સુરક્ષા પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે અને કેટલીય વ્યક્તિઓની ચિંતાઓ ફગાવી દેવામાં આવી છે. આ મહત્વનું તારણ છે કે, ફ્લોરિડિયનોને સૂચિત કરવા જોઈએ.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર