દેશમાં કોરોનાના કેસોમાં આવ્યો સૌથી મોટો ઉછાળો, 24 કલાકમાં 6000થી વધુ કેસ નોંધાયા

News18 Gujarati
Updated: May 22, 2020, 9:44 AM IST
દેશમાં કોરોનાના કેસોમાં આવ્યો સૌથી મોટો ઉછાળો, 24 કલાકમાં 6000થી વધુ કેસ નોંધાયા
પ્રતિકાત્મક તસવીર

દેશભરમાં કોરોનાના કુલ કેસ 1,18,447 થઈ ગયા છે જેમાં 66,330 એક્ટિવ કેસ, 48,533 ડિસ્ચાર્જ, 3,583નાં મોત

  • Share this:
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના લગભગ 6100 કેસ છેલ્લા 24 કલાક એટલે કે ગુરુવાર સવારે 8 વાગ્યાથી શુક્રવાર સવારે 7 વાગ્યાની વચ્ચે નોંધાયા છે. શુક્રવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ દેશભરમાં કોરોના (COVID-19)ના કુલ કેસ 1,18,447 થઈ ગયા છે જેમાં 66,330 એક્ટિવ કેસ, 48,533 ડિસ્ચાર્જ, 3,583નાં મોત અને 1 દર્દી સાજો થઈને પહેલા જ વિદેશ જઈ ચૂક્યો છે. આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 6088 નવા કેસ સામે આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 6088 નવા કેસ સામે આવ્યા છે અને 148 લોકોએ કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. છેલ્લા કેટલાક દિવસગી દર્દીઓનો આંકડો દરરોજ 5000ને પાર કરી રહ્યો છે. બુધવારે પણ 5611 નવા કેસ સામે આવ્યા હતા. તો ગુરુવારે પણ 5609 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. હાલ દેશમાં 66,330 એક્ટિવ કેસ છે.

આ પણ વાંચો, Jio પ્લેટફોર્મ્સમાં KKR કરશે 11,367 કરોડ રૂપિયાનું રોકાણ

નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 41,642 કેસ છે. 24 કલાકમાં અહીં 2345 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કુલ 12,910 કેસ છે. અહીં 24 કલાકમાં 371 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે તમિલનાડુમાં ગુજરાતથી વધુ કેસ 13,967  નોંધાયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 776 નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો, Lockdownમાં અક્ષય કુમારને થયું સૌથી મોટું નુકસાન, એક સાથે ફસાઈ 7 ફિલ્મો

 
First published: May 22, 2020, 9:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading