Coronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં 318 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 4,49,856એ પહોંચ્યો

કોવિડ-19 (COVID-19)ના કારણે 318 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)

Covid-19 India: કેરળમાં કોરોનાનો કહેર, એક દિવસમાં 12,616 લોકો સંક્રમિત, 134 દર્દીઓએ જીવ ગુમાવ્યો

  • Share this:
    Coronavirus in India, 07 October 2021: કેરળમાં કોરોના સંક્રમણ (Kerala Pandemic) ફરીથી માથું ઊંચકી રહ્યું હોય એવું આંકડાઓ પરથી લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 12 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 134 દર્દીએ જીવ ગુમાવ્યા છે. દેશમાં (India Corona Cases) કુલ સંક્રમિત લોકોની સંખ્યા 22 હજારથી ઉપર નોંધાઈ છે. નવરાત્રિના (Navratri 2021) તહેવારનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે તેવા સમયે ગુજરાતમાં (Gujarat Corona Updates) પણ તકેદારી માટે સરકારે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. પરંતુ વિશેષણોએ તહેવારોની સીઝનમાં સંક્રમણના ફેલાવાની આશંકા વ્યક્ત કરી છે.

    ભારતમાં 24 કલાકમાં 318 દર્દીનાં મોત

    કેન્દ્રીય આરોગ્ય વિભાગે ગુરૂવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 22,431 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 318 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,38,94,312 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 92,63,68,608 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 43,09,525 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 32 લાખ 258 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 24,602 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2,44,198 એક્ટિવ કેસ છે. દેશમાં રિકવરી રેટ 97.90 ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ 4,49,856 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 6 ઓક્ટોબર, 2021 સુધીમાં કુલ 57,86,57,484 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના 24 કલાકમાં 14,31,819 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    ગુજરાતમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.


    ગુજરાતમાં કુલ મૃત્યઆંક 10,084 પર પહોંચ્યો

    ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના સંક્રમણના કેસોની વાત કરીએ તો વધુ 21 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની સામે 18 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે સતત બીજા દિવસે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10084 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં આજની તારીખે રસીના કુલ 6,28,55,962 ડોઝ આપવામાં આવ્યા છે.

    આ પણ વાંચો, Covid-19 પછી ભારતને બૂસ્ટર શોટની જરૂર પડી શકે છે, જોકે તાત્કાલિક જરૂરિયાત નથીઃ વૈજ્ઞાનિકનો દાવો

    ગુજરાતમાં 6 ઓક્ટોબર 2021ની સાંજે રાજ્યના 29 જિલ્લા અને 5 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા 21 કેસ ફક્ત 4 જિલ્લા અને 3 મનપામાં નોંધાયા છે, જેમાંથી અમદાવાદ શહેરમાં 6, વલસાડમાં 4, સુરતમાં 4, સુરત જિલ્લામાં 2, વડોદરા શહેરમાં 2, ખેડામાં 1, મહેસાણામાં 1 કેસ નોંધાયો છે. બાકીના રાજ્યના 5 મહાનગર અને 28 જિલ્લા સલામત છે.રાજ્યમાં હાલ ફક્ત 182 એક્ટિવ કેસ છે આ પૈકીના 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 179 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15, 794 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10084 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસો બાદ રાજ્યમાં એક મૃત્યુ નોંધાયું છે.
    Published by:Mrunal Bhojak
    First published: