Covid-19: ભારતમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો, 24 કલાકમાં 25,072 લોકો સંક્રમિત, 389 દર્દીનાં મોત

દેશમાં કોરોના કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. (તસવીર- AP/Rafiq Maqbool)

India Fights Corona: દેશમાં કુલ 58 કરોડ 25 લાખથી વધુ લોકોને કોરોનાની વેક્સીન અપાઈ, રિકવરી રેટ 97.60 ટકા થયો

  • Share this:
    Coronavirus in India, 23 August 2021: સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 25,072 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 389 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,24,49,306 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 58,25,49,595 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 7,95,543 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4,34,756 દર્દીઓએ જીવ ગુમાવ્યા

    બીજી તરફ, કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) સામે લડીને ભારતમાં 3 કરોડ 16 લાખ 80 હજાર 626 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 44,157 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.60 ટકા છે. હાલમાં 3,33,924 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,34,756 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 22 ઓગસ્ટ, 2021 સુધીમાં કુલ 50,75,51,399 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના 24 કલાકમાં 12,95,160 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.


    ગુજરાતમાં કોરોનાનું જોર ઘટ્યું

    ગુજરાત (Gujarat Coronavirus updates)માં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 15 કેસ નોંધાયા છે. જેની સામે 17 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10079 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 4,26,66,652 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.

    આ પણ વાંચો, Kabul to Delhi: કાબુલથી હેમખેમ દિલ્હી પહોંચતા 146 ભારતીયોએ લીધો રાહતનો શ્વાસ

    ગુજરાતના 29 જિલ્લા અને 4 મહાનગરોમાં કોરોનાના શૂન્ય કેસ

    છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કુલ 29 જિલ્લા અને 3 મહાનગરમાં કોરોનાનો શૂન્ય કેસ નોંધાયો છે. જે જિલ્લા અને મહાનગરમાં કેસ નોંધાયા છે તેમાં વડોદરા શહેરના 5, ભાવનગર જિલ્લામાં 3, અમદાવાદ શહેરમાં 1, ભાવનગર શહેરમાં 1, જામનગરમાં 1, નર્મદા, પોરબંદર, રાજકોટ અને સુરત કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં માત્ર 182 એક્ટિવ કેસ સારવાર હેઠળ કે પછી ક્વોરન્ટીન છે. આ પૈકીના માત્ર 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 178 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,15,041 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે.

    ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, નીતિ આયોગે સપ્ટેમ્બર 2020માં બીજી લહેર પહેલા પણ આગાહી કરી હતી, પરંતુ આ અંદાજ તેના કરતા ઘણો વધારે છે. તો, નીતી આયોગ દ્વારા ગંભીર/મધ્યમ ગંભીર લક્ષણો ધરાવતા લગભગ 20% દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોવાનું કહેવામાં આવ્યું હતું.
    Published by:Mrunal Bhojak
    First published: