Coronavirus in India: 24 કલાકમાં 42,909 નવા કેસ, 380નાં મોત, માત્ર કેરળમાં 29,836 લોકો સંક્રમિત

દેશમાં કુલ 52,01,46,525 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (AP Photo/Channi Anand)

India Fights Corona: ભારતમાં કુલ 63 કરોડ 43 લાખ લોકોને કોવિડની રસી અપાઈ; દર્દીઓના રિકવરી રેટમાં ઘટાડો થતાં ચિંતા વધી

  • Share this:
    Covid-19 Live Updates India, 30 August 2021: સપ્તાહના પહેલા દિવસ સોમવારે પણ કોરોના વાયરસના નવા કેસોએ દેશવાસીઓનું ટેન્શન વધારી દીધું છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ કેરળ અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 42 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે જેમાં કેરળમાં 29,836 અને મહારાષ્ટ્રના 4666 કેસોનો મુખ્ય ફાળો છે. કેરળમાં થોડાક દિવસથી સંક્રમણનું જોર થોડું ઘટ્યું છે અને મૃત્યુઆંક પણ ઘટ્યો છે. કેરળમાં એક દિવસમાં 75 દર્દીઓએ અને મહારાષ્ટ્રમાં 131 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, ગુજરાતમાં તહેવારોની ઉજવણી પહેલા કોરોનાની સ્થિતિ ઘણે અંશે કાબૂમાં છે.

    દેશમાં નવા કેસો ડરાવી રહ્યા છે

    સોમવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 42,909 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 380 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,27,37,939 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 63,43,81,358 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 31,14,696 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.


    ભારતમાં કોવિડ રિકવરી રેટ ઘટ્યો

    કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) સામે લડીને ભારતમાં 3 કરોડ 19 લાખ 23 હજાર 405 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 34,763 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,76,324 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,38,210 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 29 ઓગસ્ટ, 2021 સુધીમાં કુલ 52,01,46,525 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના 24 કલાકમાં 14,19,990 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, COVID-19: રસી લેનાર લોકો કરતા કોરોનાના દર્દીઓ પર લોહી ગંઠાઈ જવાનો ખતરો વધુ, નવા અભ્યાસના તારણો

    ગુજરાતમાં કોવિડ રિકવરી રેટ 98.76 ટકા

    ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 10 કેસ નોંધાયા છે. જેની સામે 14 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10081 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 4,54,69,490 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 4,32,039 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

    આ પણ વાંચો, Explained: કોરોનાનો Delta Variant વધુ સંક્રામક અને ઘાતક શા માટે છે? રિસર્ચમાં થયો ખુલાસો

    એક દિવસમાં 10 લોકો સંક્રમિત થયા

    ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 4, સુરતમાં 1, વડોદરામાં 3, જામનગર, મહિસાગરમાં 1-1 સહિત કુલ 10 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં 4, સુરતમાં 2, વડોદરામાં 5, અમરેલી, ભાવનગર, દાહોદમાં 1-1 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 151 એક્ટિવ કેસ છે, જેમાં 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 147 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815154 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: