Corona 3rd Wave: ત્રીજી લહેરના ખતરાની વચ્ચે 24 કલાકમાં 37 હજાર લોકો સંક્રમિત, 369 દર્દીનાં મોત

મંગળવારના 24 કલાકમાં 17,53,745 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

Coronavirus cases India: કેરળમાં એક જ દિવસમાં 25 હજારથી વધુ નવા કેસ નોંધાયા, મહારાષ્ટ્રે પણ ચિંત વધારી

  • Share this:
    India Fights Corona, 8 September 2021: દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો (Corona Third Wave) ખતરો ઊભો થઈ રહ્યો હોય એવું રોજ સામે આવતા સંક્રમણના મામલાથી લાગી રહ્યું છે. કેરળમાં (Kerala Corona Cases) એક દિવસમાં 25 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં (Corona Cases in Maharashtra) પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં 24 કલાકમાં 18 લોકો સંક્રમિત (Covid-19 Cases in Gujarat) થયા છે જેમાં સૌથી વધુ અમદાવાદમાં 7 કેસ નોંધાયા છે. પણ સારી બાબત એ છે કે રાજ્યમાં રિકવરી રેટ દેશની સરેરાશ કરતાં વધુ 98.76 ટકા છે.

    કુલ 70 કરોડથી વધુ કોરોના વેક્સીનના ડોઝ અપાયા

    કેન્દ્રીય આરોગ્ય વિભાગે બુધવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 37,875 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 369 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. મોતનો આંકડો 147 દિવસનો સૌથી ઓછો છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,30,96,718 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 70,75,43,018 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 78,47,625 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    અત્યાર સુધીમાં કુલ 4,41,411 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.


    દેશમાં રિકવરી રેટ 97.50 ટકા

    બીજી તરફ, COVID-19 મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 22 લાખ 64 હજાર 51 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 39,114 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,91,256 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,41,411 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 7 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 53,49,43,093 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના 24 કલાકમાં 17,53,745 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, Explained: કેરળ હાઇકોર્ટે કોવિડ વેક્સિનના બે ડોઝ વચ્ચે અંતર ઘટાડવા કર્યો આદેશ, જાણો સ્પેસિંગ ડોઝ વિશે બધું જ

    ગુજરાતમાં 6 દર્દી વેન્ટિલેટર પર

    ગુજરાત (Gujarat)માં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 18 કેસ નોંધાયા છે. તેની સામે 21 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,15,296 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રીકવરી રેટ 98.76 ટકા જેટલો છે. ગુજરાતમાં કુલ 149 એક્ટિવ કેસ છે. જેમાંથી 06 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 143 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોવિડ સામે લડતાં કુલ 10,082 દર્દીઓનાં મોત થયા છે.

    આ પણ વાંચો, COVID-19: રસી લેનાર લોકો કરતા કોરોનાના દર્દીઓ પર લોહી ગંઠાઈ જવાનો ખતરો વધુ, નવા અભ્યાસના તારણો

    અમદાવાદમાં 7 નવા કેસ નોંધાયા

    ગુજરાતમાં રસીકરણની વાત કરીએ તો મંગળવારે 5,58,054 લોકોએ કોરોનાની રસી લીધી હતી. આમ, અત્યાર સુધીમાં 5,02,62,761 લોકોને રસી આપવામાં આવી છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પછી વડોદરા કોર્પોરેશનમાં 11 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. બીજી તરફ, અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 3, કચ્છ 2, નવસારી 2, વડોદરા કોર્પોરેશન 2 ગાંધીનગર કોર્પોરેશનમાં 1 અને તાપીમાં 1 કેસ નોંધાયો છે.
    Published by:Mrunal Bhojak
    First published: