Covid-19 Latest Updates, 19 September 2021: દેશમાં કોરોના સંક્રમણની (India Coronavirus Cases) સ્પીડમાં આજે થોડો ઘટાડો જોવા મળ્યો છે. દરરોજ ઉપર અને નીચે જઈ રહેલા કોરોનાના ગ્રાફને જોયા બાદ ત્રીજી લહેરની ચેતવણી સારી સાબિત થતી હોય એવું લાગી રહ્યું છે. વિશેષજ્ઞોએ ચેતવણી જાહેર કરીને જણાવ્યું છે કે જો કોરોના પ્રોટોકોલનું (Corona Protocol) પાલન નહીં કરવામાં આવે તો ઓક્ટોબર અને નવેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેર (Covid-19 Third Wave) જોવા મળી શકે છે.
દેશમાં 24 કલાકમાં 85.42 લાખ લોકોનું રસીકરણ
રવિવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 30,773 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 309 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,34,48,163 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 80,43,72,331 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 85,42,732 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 18 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 55,23,40,168 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ભારતમાં કોવિડના 3,32,158 એક્ટિવ કેસ
કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 26 લાખ 71 હજાર 167 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 38,945 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 3,32,158 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,44,838 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 18 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 55,23,40,168 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શનિવારના 24 કલાકમાં 15,59,895 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં (Gujarat Coronavirus Updates) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 13 કેસ નોંધાયા છે. જેની સામે 24 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજયમાં 18મી સપ્ટેમ્બર 2021ની સાંજે રાજ્યના 28 જિલ્લા અને 5 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત 5 જિલ્લા અને 3 શહેરમાં નોંધાયા છે. કછ્માં 3, સુરત શહેરમાં 3, વડોદરા શહેરમાં 2, આણંદમાં 1, ભાવનગર શહેરમાં 1, ગીરસોમનાથમાં 1 અને રાજકોટમાં 1 કેસ અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં 18મી સપ્ટેમ્બરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 143 એક્ટિવ કેસ છે આ પૈકીના 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 140 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,490 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10082 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક પણ મોત થયું નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર