નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વ હાલના સમયમાં કોરોના મહામારી (Coronavirus)નો સામનો કરી રહ્યું છે. દરેકના મનમાં એક જ સવાલ ફરી રહ્યો છે કે કોવિડ-19ની વેક્સીન (Covid-19 Vaccine) ક્યારે આવશે. આ દરમિયાન આઇમીએમ (IBM)એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આઇબીએમના સિક્યુરિટી એક્સપર્ટ્સનું કહેવું છે કે વિકાસશીલ દેશોને કોવિડ-19ની વેક્સીનના વિતરણ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની યોજના સાથે જોડાયેલી અગત્યની માહિતી ચોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
IBM તરફથી એક બ્લોગ લખવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે વેક્સીનની જાણકારી ચોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને અનેક નકલી ઇમેલ પણ કરવામાં આવી રહ્યા છે. જર્મની, ઈટલી, દક્ષિણ કોરિયા અને તાઇવાન જેવા દેશોમાં વેક્સીન અભિયાનને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. IBMએ કહ્યું કે નકલી ઇમેલ ચીન (China)ની કંપની હેયર બાયોમેડિકલના એક અધિકારીના નામ પર મોકલવામાં આવ્યા છે, આ ચીનની કંપની કોલ્ડ ચેઇન (Cold Chain)ની વિશ્વની મુખ્ય આપૂર્તિકર્તા છે, જોકે હજુ આ વિશે તપાસ ચાલી રહી છે.
નોંધનીય છે કે, આ પહેલા ઇન્ટરપોલે કહ્યું હતું કે કોરોના વાયરસ મહામારી (Corona Pandemic)ની વિરુદ્ધ દુનિયાભરમાં થનારા વેક્સીનેશન કાર્યક્રમ (Covid-19 Vaccination Programme) માટે સંગઠિત ક્રિમિનલ ગેંગ મોટો ખતરો બની શકે છે. આંતરરાષ્ટ્રીય પોલીસ સંગઠન ઇન્ટરપોલ (INTERPOL)એ કહ્યું હતું કે ક્રિમિનલ ગેંગ આ દરમિયાન વેક્સીનની ચોરીની સાથે જ બજારમાં નકલી વેક્સીન (Fake Vaccine) પણ ઉતારી શકે છે જેના કારણે સતર્ક રહેવાની જરુર છે.
કોવિડ-19 વાયરસ માટે વેક્સીન (Covid-19 Vaccine)ના વિતરણની ટૂંક સમયમાં શરૂઆત થવાની છે. એવામાં વેક્સીનને લઈને મારામારી થવાની શક્યા છે. આવી સ્થિતમાં અપરાધીઓ ફાયદો ઉઠાવી શકે છે, તેથી દરેકને નકલી વેબસાઇટ (Fake Website)થી સાવધાન રહેવાની જરૂર છે. આ પહેલા આ વર્ષના જુલાઈમાં ઇન્ટરપોલે કોવિડ-19ની નકલી કિટ (Covid-19 fake kit) વિશે ભાળ મેળવી હતી. મેડિકલ સુવિધાના નામ પર ખોટો અને નકલી કિટ વેચવામાં આવી રહી હતી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર