મરકત ઈમારત, નિઝામુદ્દીનના લોકોને હૉસ્પિટલો અને ક્વોરન્ટિન સેન્ટર્સમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. ઓછામાં ઓછી 34 ટ્રિપ્સમાં લગભગ 1034 લોકોને અત્યાર સુધી શિફ્ટ કરવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશ સરકારે પુષ્ટિ કરી છે કે આંધ્ર પ્રદેશના ઓછામાં ઓછા 369 લોકો નિઝામુદ્દીન કાર્યક્રમમાં સામેલ થયા હતા.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ નો પ્રકોપ ચાલુ છે. મંગળવારે લૉકડાઉનનો 7મો દિવસ છે. બીજી તરફ, સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ, અત્યાર સુધી દેશભરમાં સંક્રમિતોની સંખ્યા 1251 થઈ ગઈ છે. તેમાં 1117 એક્ટિવ કેસ છે, જ્યારે 32 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 102 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.