Coronavirus: દેશમાં 24 કલાકમાં વધુ 533 દર્દીએ જીવ ગુમાવ્યા, કુલ મૃત્યુઆંક 4,26,290એ પહોંચ્યો

કોરોનાની ત્રીજી લહેર માટે ભારત કેટલું તૈયાર છે? (પ્રતીકાત્મક તસવીર- AP)

Covid-19 in India: ભારતમાં અત્યાર સુધીમાં 48 લાખ 93 હજારથી વધુ કોરોના વેક્સીનના ડોઝ અપાયા, કોરોના રિકવરી રેટ 97.4 ટકા થયો

  • Share this:
    Covid-19 Cases in India, 5 August 2021: કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થનારા લોકોના આંકડા ચિંતામાં વધારો કરી રહ્યા છે. દેશમાં સતત સંક્રમિતોનો આંક 40 હજારની ઉપર જ રહે છે. આ ઉપરાંત 24 કલાકમાં જીવ ગુમાવનારા કોવિડ દર્દીઓની સંખ્યા (Covid-19 Deaths) પણ 500થી વધારે જ નોંધાઈ રહી છે. ગુરૂવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 42,982 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 533 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,18,12,114 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 48,93,42,295 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.

    કોવિડરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) સામે લડીને 3 કરોડ 9 લાખ 74 હજાર 748 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 41,726 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.4 ટકા છે. હાલમાં 4,11,076 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,26,290 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

    ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 4 ઓગસ્ટ, 2021 સુધીમાં ભારતમાં કુલ 47,48,93,363 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના 24 કલાકમાં 16,64,030 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.


    આ પણ વાંચો, કોરોનાના વધતા કેસ વચ્ચે અમેરિકામાં RS વાયરસનું જોખમ, નવજાત બાળકો થઈ રહ્યા છે શિકાર

    ગુજરાત રાજ્યની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Cases in Gujarat)ના નવા 15 કેસ નોંધાયા છે. જેની સામે 28 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10076 યથાવત છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકા છે. અત્યાર સુધીમાં 3,44,19,588 ડોઝ કોરોના વેક્સીનના (Corona Vaccine)આપવામાં આવ્યા છે. બુધવારે કુલ 3,43,187 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

    આ પણ વાંચો, Alert: જો તમે પણ વેચી રહ્યા છો જૂના સિક્કા કે નોટ તો થઈ જાઓ સાવધાન, RBIએ જાહેર કરી જરૂરી સૂચના

    ગુજરાતમાં હાલમાં ફક્ત 213 એક્ટિવ કેસ છે આ પૈકીના 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ફક્ત રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,14, 665 કેસ ડિસ્ચાર્જ થઈ જશે. રાજ્યમાં કુલ 10076 મોત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી એક પણ મોત થયું નથી.
    Published by:Mrunal Bhojak
    First published: