Covid19 India: બેકાબૂ બન્યો કોરોના, 24 કલાકમાં 4987 નવા કેસ, દર્દીઓની સંખ્યા 90 હજારને પાર

Covid19 India: બેકાબૂ બન્યો કોરોના, 24 કલાકમાં 4987 નવા કેસ, દર્દીઓની સંખ્યા 90 હજારને પાર
શનિવાર સવારે 8 કલાકથી રવિવારે સવારે 8 કલાક સુધીમાં 4987 નવા મામલા સામે આવ્યાં છે.

શનિવાર સવારે 8 કલાકથી રવિવારે સવારે 8 કલાક સુધીમાં 4987 નવા મામલા સામે આવ્યાં છે.

  • Share this:
    નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસનાં કુલ કેસ 90,000ની પાર થયા છે. શનિવાર સવારે 8 કલાકથી રવિવારે સવારે 8 કલાક સુધીમાં 4987 નવા મામલા સામે આવ્યાં છે. અત્યાર સુધી સૌથી વધુ મામલા આ 24 કલાકમાં સામે આવ્યાં છે. કોરોનાનાં દર્દીઓની સંખ્યામાં ગુજરાત દેશનું બીજા નંબરનું રાજ્ય બની ગયું છે.

    દેશભરમાં કુલ 90,674 કેસ નોંધાયા છે. માત્ર બે દિવસમાં દેશમાં કોરોનાનો આંક 80 હજારથી 90હજાર સુઘી પહોંચી ગયો છે. શનિવાર સાંજે પાંચ કલાક સુધી ગુજરાતમાં 348થી વધુ મામલા નોંધવામાં આવ્યાં. જ્યારે મહારાષ્ટ્રમાં આ દરમિયાન 67 દર્દીઓના મોત નીપજ્યાં હતા. આ પહેલા 13 મેનાં રોજ રાજ્યમાં 54 લોકોનાં મોત નીપજ્યા હતા. શનિવારે જ મહારાષ્ટ્રમાં 1606 નવા કેસ સામે આવ્યાં છે. આ બીજો દિવસ હતો જ્યારે મહારાષ્ટ્રમાં 1000થી વધારે મામલા નોંધાયા હતા. હાલ મહારાષ્ટ્રમાં કુલ 30,706 મામલા છે.



    મધ્યપ્રદેશમાં પણ શનિવારે કોરોનાના કેસની સંખ્યા વધી હતી. શનિવારે અડધી રાતે જાહેર કરેલા હેલ્ધ બુલેટિનમાં કુલ 1000 મામલા સામે આવ્યા છે. ઇન્દોરમાં 92 લોકોનાં મોત નીપજ્યા છે. રાજ્યમાં કુલ 4928 કેસ નોંધાયા છે.

    આ પણ વાંચો - Lockdown 4.0: બે અઠવાડીયા માટે વધારવામાં આવી શકે છે લોકડાઉન, શરૂ થઈ શકે છે આ સુવિધાઓ

    પ્રવાસીઓ વતન ફરતા કોરોના સંક્રમણનો આંક વધ્યો

    લોકડાઉન વચ્ચે દેશભરમાંથી પ્રવાસીઓ પોતપોતાના વતન પરત ફરી રહ્યા છે. જેથી તેમના રાજ્યોમાં કોરોનાના દર્દીઓનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. ઓડિશા અને બિહાર તેના બે મુખ્ય ઉદાહરણ છે. ઓડિશામાં ત્રીજી મેના રોજ 162 દર્દીઓ જ હતા અને 14મી મે સુધીમાં તે આંકડો 611 થઈ ગયો હતો. આ જ રીતે બિહારમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા 940ને પાર કરી ગઈ છે. ઓડિશા સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ પ્રમાણે ગુરૂવારે નોંધાયેલા નવા 73 પોઝિટિવ કેસ પૈકીના 71 લોકો બીજા રાજ્યોમાંથી આવ્યા હતા. તેમાંથી સૌથી વધારે 50 લોકો સુરતથી આવ્યા હતા, જ્યારે 20 પશ્ચિમ બંગાળથી અને એક કર્ણાટકથી આવેલ. આ કારણે 11 દિવસમાં રાજ્યમાં સંક્રમિત લોકોનો આંકડો ઝડપથી ઉંચો આવ્યો હતો. દક્ષિણ ઓડિશાના ગંજમ જિલ્લામાં બીજી મે સુધી એક પણ દર્દી નહોતો પરંતુ હવે ત્યાં 137 લોકો કોરોના પોઝિટિવ છે.

    આ પણ જુઓ - 
    Published by:News18 Gujarati
    First published:May 17, 2020, 10:01 am

    ટૉપ ન્યૂઝ