શું ફ્લૂ ની જેમ કોવિડ-19 પણ પેઢીઓ સુધી રહેશે? જાણો એક્સપર્ટે શું કહ્યું
શું ફ્લૂ ની જેમ કોવિડ-19 પણ પેઢીઓ સુધી રહેશે? જાણો એક્સપર્ટે શું કહ્યું
પ્રતિકાત્મક તસવીર
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, હૈદરાબાદના પ્રોફેસર જી.વી.એસમૂર્તિએએ કહ્યું- વિભિન્ન રાજ્યોથી ઉપલબ્ધ આંકડાઓથી જાણ થાય છે કે જૂનના અંત સુધી દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં કોવિડ-19ના કેસમાં ઘટાડો જોવા મળી શકે છે
બેંગલુરુ : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, હૈદરાબાદના(Indian Institute of Public Health) પ્રોફેસર જી.વી.એસમૂર્તિએ (Dr. G.V.S Murthy)કહ્યું કે ફ્લૂ ની જેમ કોવિડ-19 પેઢીઓ સુધી અહીં રહેશે. પ્રોફેસર મૂર્તિએ કહ્યું કે વિભિન્ન રાજ્યોથી ઉપલબ્ધ આંકડાઓથી જાણ થાય છે કે જૂનના અંત સુધી દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં કોવિડ-19ના કેસમાં ઘટાડો જોવા મળી શકે છે.
તેમણે પીટીઆઈ ભાષાને કહ્યું કે ઉત્તર અને પૂર્વ ભારતમાં જુલાઇના મધ્ય સુધીમાં સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળી શકે છે. તેમના મતે મહામારી દરમિયાન રાજનીતિક, સામાજિક અને ધાર્મિક સભાઓને ઘણી જલ્દી મંજૂરી આપવી કોરોના વાયરસની બીજી લહેરમાં સંક્રમણ ઝડપથી ફેલાવવાનું મુખ્ય કારણ રહ્યું છે.
પ્રોફેસર મૂર્તિએ કહ્યું કે કોવિડ-19 લાંબા સમય સુધી અહીં રહેવાનો છે. જ્યારે પણ કોઇ સંક્રમણ સમુદાય સામે આવે છે તો તે ધીરે ધીરે ફેલાય છે અને પછી સ્થાનીય સ્તર પર સંક્રમણ વધી જાય છે. ફ્લૂ આપણી સાથે પેઢીઓથી છે અને આ જ કોવિડ-19 સાથે પણ થશે. પ્રોફેસર મૂર્તિનું માનવું છે કે જ્યારે પણ આ સંક્રમણમાં સંવેદનશીલ લોકો મોટી સંખ્યામાં ભેગા થશે તો આ મહામારી ફેલાશે.
તેમણે કહ્યું રે આપણી જાણીએ છીએ કે કોવિડ-19 સંક્રમણ પછી રોગ પ્રતિરોધક ક્ષમતા ફક્ત ત્રણથી છ મહિનાના નાના ગાળા માટે રહે છે જે પછી તે વ્યક્તિ ફરીથી સંક્રમિત થવાની શક્યતા હોય છે. આપણે જોયું છે કે કેટલાક મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય નેતા બીજી વખત પણ સંક્રમિત થઇ રહ્યા છે. કોઈમાં પણ સ્થાયી રૂપથી રોગ પ્રતિરોધક ક્ષમતા નથી.
તેમણે કહ્યું કે કોરોનાની આગામી લહેર આવવામાં પાંચથી છ મહિના લાગશે અને ત્યાં સુધી લોકોની રોગ પ્રતિરોધક ક્ષમતા ફરી એક વખત ખતમ થઇ ગઈ હશે. જેથી નવેમ્બર ફરી એકવાર ચિંતાજનક સમય હોઈ શકે છે. મહામારીમાં ઘરડા લોકો સૌથી પહેલા મરે છે પણ દરેક વખતે આવતી લહેરમાં આધેડ ઉંમર અને બાળકો સહિત યુવા લોકો વધારે સંક્રિમત થાય છે. આગામી લહેરનો આ જ ખતરો છે. જો દેશમાં 30 વર્ષથી વધારે ઉંમરના 80 ટકાથી વધારે લોકોને નવેમ્બર સુધી વેક્સિન લાગી જાય તો આપણે કોરોના વાયરસને ફેલતો રોકવામાં પ્રભાવી પડકાર આપી શકીએ છીએ.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર