Home /News /national-international /Omicron: દક્ષિણ આફ્રિકામાં એક જ દિવસમાં ઓમિક્રોનના બમણા કેસ, લોકડાઉન લગાવવું પડ્યું

Omicron: દક્ષિણ આફ્રિકામાં એક જ દિવસમાં ઓમિક્રોનના બમણા કેસ, લોકડાઉન લગાવવું પડ્યું

ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં 24 નવેમ્બરે નોંધાયો હતો. (AP)

Omicron Cases in South Africa: દક્ષિણ આફ્રિકામાં કુલ પાંચ પ્રકારના લોકડાઉન લાદવામાં આવી શકે છે. આમાં સૌથી સખત લોકડાઉન પાંચમી શ્રેણીનું માનવામાં આવે છે. હાલ લોકડાઉનની પ્રથમ શ્રેણીથી જ લોકો પરેશાન થઈ રહ્યા છે.

ડર્બન. કોરોના વાયરસ (Coronavirus)નો નવો વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron Variant) સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ તે દક્ષિણ આફ્રિકા (Omicron cases in south africa)થી લઈને 25 દેશોમાં પહોંચી ગયો છે. સૌથી ખરાબ સ્થિતિ દક્ષિણ આફ્રિકામાં ચાલી રહી છે. ઓમિક્રોન કેસ અહીં એક જ દિવસમાં બમણા થઈ ગયા છે. સ્થિતિ કેટલી ચિંતાજનક છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દક્ષિણ આફ્રિકામાં લેવલ વનનું લોકડાઉન (Lockdown) લાદવામાં આવ્યું છે. બજારો બંધ છે, રસ્તાઓ નિર્જન છે અને લોકો ફરીથી તેમના ઘરની દિવાલોમાં કેદ જોવા મળે છે.

દક્ષિણ આફ્રિકામાં કુલ પાંચ પ્રકારના લોકડાઉન લાદવામાં આવી શકે છે. આમાં સૌથી સખત લોકડાઉન પાંચમી શ્રેણીનું માનવામાં આવે છે. હાલ લોકડાઉનની પ્રથમ શ્રેણીથી જ લોકો પરેશાન થઈ રહ્યા છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે તેમનો ધંધો સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. નુકસાન એટલા માટે પણ થઈ રહ્યું છે કારણ કે ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકા પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવી દીધો છે. આ યાદીમાં અમેરિકા, કેનેડા, બ્રાઝિલ, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર જેવા ઘણા દેશો સામેલ છે.

24 નવેમ્બરે સામે આવ્યો હતો પહેલો કેસ

ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં 24 નવેમ્બરે નોંધાયો હતો. તે સમયે ત્યાંના આરોગ્ય મંત્રાલયે જાણકારી આપી હતી કે તેમના દેશમાં કોરોનાનો એક નવો વેરિઅન્ટ જોવા મળ્યો છે, જે 30થી વધુ વખત મ્યુટેટ થયું છે. એવી આશંકા છે કે આ વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટની સરખામણીમાં વધુ ઝડપથી ફેલાઈ શકે છે. દેશમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં પણ 11 હજારથી વધુ કેસ નોંધાયા છે. હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે અને આરોગ્ય સેવાઓ ભાંગી પડી છે.

આ પણ વાંચો: Omicron વેરિઅન્ટ સામે અન્ય રસીઓ કરતાં Covaxin વધુ અસરકારક બની શકે છે, જાણો કઈ રીતે

ગુઆટેંગ પ્રાંતમાંથી લેવામાં આવ્યા હતા 77 સેમ્પલ

15 નવેમ્બરની આસપાસ ગુઆટેંગ પ્રાંતમાંથી 77 નમૂના લેવામાં આવ્યા હતા અને ક્રમબદ્ધ કરવામાં આવ્યા હતા. સંપૂર્ણ તપાસ બાદ નિષ્ણાતો એવા નિષ્કર્ષ પર આવ્યા કે આ કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ છે. તેનું જનીન એટલે પકડાયું ન હતું કારણ કે તે મ્યુટેટ થઈ ચૂક્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ નવા વેરિઅન્ટને B.1.1.529 એટલે કે Omicron નામ આપ્યું છે. 26 નવેમ્બરે તેને ચિંતાજનક વેરિયન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી 24 દેશોમાં આ નવો વેરિઅન્ટ જોવા મળ્યો છે.

આ પણ વાંચો: આટલી ઝડપથી 24 દેશોમાં કઈ રીતે ફેલાયો ઓમિક્રોન? WHOએ આપી આ ચેતવણી

બધા દર્દીઓમાં હજુ હળવા લક્ષણો છે

આ દરમ્યાન ઓમિક્રોન વેરિઅન્ટ વિશે વિશ્વને જણાવનારા દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ રાહત આપવાવાળો દાવો કર્યો છે. આ વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટમાં પ્રાથમિક સ્તરે ડેલ્ટા વેરિઅન્ટથી હળવા લક્ષણો જોવા મળ્યા છે. સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિએશનના વડા ડૉ. એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું હતું કે નવા વેરિઅન્ટમાં દર્દીઓમાં થાક, શરીરમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.
First published:

Tags: Corona lockdown, Coronavirus, Omicron variant, South africa, South africa news, ઓમિક્રોન