Home /News /national-international /

રસીનો મોટો સ્ટોક મેળવી રહી છે કંપનીઓ, આ ક્ષેત્રનાં કર્મચારીઓને સૌથી વધુ મળી રસી

રસીનો મોટો સ્ટોક મેળવી રહી છે કંપનીઓ, આ ક્ષેત્રનાં કર્મચારીઓને સૌથી વધુ મળી રસી

પ્રતિકાત્મક તસવીર

7 એપ્રિલના રોજ કેન્દ્ર સરકારે કચેરીઓમાં કર્મચારીઓને રસી લગાવવાની મંજૂરી આપી દીધી હતી. તેનું પરિણામે એવું આવ્યું કે, તાજેતરમાં જાહેર કરાયેલા આંકડામાં રસીકરણમાં મોટો હિસ્સો કોર્પોરેટ કંપનીઓના કર્મચારીઓનો હોવાનું ખુલ્યું હતું.

  કોરોના મહામારી (Coronavirus Vaccines) સામે લડવા રસીકરણ અત્યારે શ્રેષ્ઠ હથિયાર છે. આ દરમિયાન ગત તારીખ 7 એપ્રિલના રોજ કેન્દ્ર સરકારે કચેરીઓમાં કર્મચારીઓને રસી લગાવવાની મંજૂરી આપી દીધી હતી. તેનું પરિણામે એવું આવ્યું કે, તાજેતરમાં જાહેર કરાયેલા આંકડામાં રસીકરણમાં મોટો હિસ્સો કોર્પોરેટ કંપનીઓના કર્મચારીઓનો હોવાનું ખુલ્યું હતું.

  જોકે, મોટા સ્તરે ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં વધુ એક વખત રસીને લઈ અસમાનતાઓની વાત સામે આવી રહી છે. કેમ કે, દેશનો મોટાભાગનું કાર્યબળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે.

  આ પણ વાંચો : મોરબી : કરૂણ ઘટના! મહિલા LRDએ ક્વાર્ટરમાં આપઘાત કર્યો, 15 દિવસ પૂર્વે જ મળ્યું હતું પોસ્ટીંગ

  આ પણ વાંચો : ડીસા: C.A પતિએ મિત્રો સાથે મળીને કરાવી હતી પત્નીની હત્યા, મુખ્યસૂત્રધાર ઝડપાયો

  આંકડાથી સ્થિતિનો તાગ મળ્યો

  ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ 7 એપ્રિલથી ગયા બુધવાર સુધીમાં અલગ અલગ શહેરોમાં સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના કેમ્પસમાં 69,170 ડોઝ આપવામાં આવ્યા છે. બેંગ્લોરના સેન્ટમ ઇલેક્ટ્રોનિકસે અત્યાર સુધીમાં 48,313નું રસીકરણ કર્યું છે. જ્યારે ઇન્ફોસીસે 28,493 અને મારુતિ સુઝુકીએ 22,472નું રસીકરણ કર્યું છે. ઓફીસમાં રસીકરણની યાદીમાં આઈટી કંપનીઓ ટોપ પર છે.

  મુંબઈ, બેંગ્લોર, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ, નોઈડા અને ચેન્નઈ જેવા આર્થિક હબની ઓફિસોમાં અત્યાર સુધીમાં લગભગ 20.36 લાખનું રસીકરણ કરવામાં આવ્યું છે. દેશના ટોચના 7 મેટ્રો શહેરોનમાં થયેલા કુલ રસીકરણના આંકડામાં તેનો હિસ્સો 12 ટકાથી વધુ છે. અહેવાલ મુજબ, 21 જૂનથી લાગુ થનારી નવી વેકસીન પોલિસી પછી પણ ખાનગી હોસ્પિટલોને 25 ટકા રસી મળવાનું ચાલુ રહેશે તેવું ફલિત થાય છે. કોર્પોરેટ કંપનીઓ સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલો સાથે ટાઇ-અપ કરે છે.

  આ પણ વાંચો : અમદાવાદ : ફિલ્મી સ્ટાઇલે દારૂની હેરાફેરી કરતી હતી યુવતીઓ, બીયરનાં 214 ટીન સાથે ઝડપાઈ

  આ રીતે રસીકરણ અભિયાનમાં ત્રણ વાત સામે આવી

  1) ડેટા પરથી જાણવા મળે છે કે, કચેરીઓને લગતી વેકસીન પોલિસીએ ટોચની કંપનીઓમાં રસીકરણને પ્રોત્સાહન આપ્યું છે. આ કંપનીઓ દેશના જીડીપીમાં નોંધપાત્ર ફાળો આપે છે. હવે આ કારણે અસંગઠિત ક્ષેત્રો અને જોખમની શ્રેણીમાં આવતા વર્ગ માટે પણ આવી નીતિ બનાવવાની જરૂરિયાત ઉભી થઇ છે.

  2) વેકસીનની સપ્લાઈ સીમિત છે. ત્યારે મોટી કંપનીઓ મજબૂત આર્થિક સ્થિતિના કારણે સરળતાથી રસીકરણનો 25 ટકા હિસ્સો મેળવી રહી છે. આ પછી સરકાર દ્વારા નિયંત્રિત 75 ટકા રસીમાંથી રસીકરણ માટે ચોક્કસ વિભાગોને લક્ષ્યમાં રાખી સિસ્ટમ તૈયાર કરવી પડશે.

  આ પણ વાંચો : ગોંડલ : અજયસિંહ જાડેજાની હત્યાના આરોપીઓ ઝડપાયા, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

  આ પણ વાંચો : રાજકોટ : દારૂની હેરાફેરીનો ગજબ આઇડિયા! ઈડલી-સાંભાર અને શાકભાજી વેચનારા બન્યા બૂટલેગર

  આ પણ વાંચો : જૂનાગઢ : પૂર્વ મેયરના પુત્રની હત્યા BJPની નગરસેવિકાના પતિએ કરાવી, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

  3) વસ્તીના એક વર્ગને વધુ સારી આરોગ્ય સુવિધાઓ, વધુ સારી રસીકરણ સિસ્ટમ મળી રહી છે હોવાનું ડેટા જણાવે છે. આવી સ્થિતિમાં જ્યાં તબીબી સુવિધા સારી ન હોય તેવી વસ્તી માટે પણ વ્યૂહરચનાની જરૂર રહેશે. આ પગલું ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને પણ મહત્વપૂર્ણ છે.
  First published:

  Tags: Corona vaccines, Coronavirus, Covid vaccines, IT Company

  આગામી સમાચાર