કોવિડ વેક્સિનની ટેકનિક પર વૈજ્ઞાનિકોએ પ્લેગ વેક્સિનનું ટ્રાયલ શરૂ કર્યું

કોવિડ વેક્સિનની ટેકનિક પર વૈજ્ઞાનિકોએ પ્લેગ વેક્સિનનું ટ્રાયલ શરૂ કર્યું (Image- Shutterstock)

plague vaccine- ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ખૂબ જ જૂની બીમારી પ્લેગ માટે વેક્સિન બનાવી લીધી છે. જેના માટે પહેલા સ્ટેજ માટેનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે

  • Share this:
Vaccine For Plague: ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ખૂબ જ જૂની બીમારી પ્લેગ માટે વેક્સિન બનાવી લીધી છે. જેના માટે પહેલા સ્ટેજ માટેનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે. આ ટ્રાયલમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં રિસર્ચ કરી રહેલ 26 વર્ષીય લેરિસા (Larissa)ને વેક્સિન આપવામાં આવી છે. ફર્સ્ટ સ્ટેજમાં 18 થી 55 વર્ષીય 40 હેલ્ધી વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવી છે. કોવિડ વેક્સિન બનાવવા માટે જે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો, તે જ ટેનિકનો ઉપયોગ કરીને આ વેક્સિન બનાવવામાં આવી છે. 13મી સદીમાં પ્લેગને કારણે યૂરોપમાં અડધી વસ્તીનું મૃત્યુ થઈ ગયું હતું. આજે પણ આફ્રિકા, એશિયા અને અમેરિકામાં લોકોને પ્લેગ થઈ રહ્યો છે. વર્ષ 2017માં પ્લેગને કારણે મેડાગાસ્કરમાં 171 લોકોના મૃત્યુ થયા હતા. આ કારણોસર લોકોએ પ્લેગની વેક્સિન લેવી જરૂરી છે.

સાઈડ ઈફેક્ટ અને બીમારીથી લડવાની ક્ષમતાને ઓળખવામાં આવશે

જો પ્લેગ થાય તો શરૂઆતના દિવસોમાં જો દર્દીઓને એન્ટીબાયોટિક્સ (Antibiotics) આપવામાં આવે તો, આ બીમારી દૂર થઈ શકે છે. અંતરિયાળ ગામોમાં આ બાબતની જાણકારીનો અભાવ હોવાના કારણે આ બીમારી ગંભીર સ્વરૂપ લઈ લે છે. ત્યારબાદ આ બીમારીનો ઈલાજ થઈ શકતો નથી. વેક્સિનથી અનેક લોકોનો જીવ બચાવી શકાય છે. ફર્સ્ટ સ્ટેજના ટ્રાયલમાં જોવા મળશે, કે વેક્સિન લીધા બાદ તે શરીરને પ્લેગ સામે કેવી રીતે રક્ષણ આપે છે.

આ પણ વાંચો - રાજ્યમાં કુલ 186 એક્ટિવ કેસ, છેલ્લા 24 કલાકમાં 2,75,726 વ્યક્તિઓનું રસીકરણ

ટ્રાયલ દરમિયાન વેક્સિનની સાઈડ ઈફેક્ટ અને બીમારી સામે લડવા માટે બનતી એન્ટીબોડી કેટલી અસરકારક છે, તે વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી શકાશે. લેરિસા જેનેટીક્સ પર સ્ટડી કરી રહી છે, તેણે જણાવ્યું કે, તે ખૂબ જ ભાગ્યશાળી છે કે તેના કરિઅર દરમિયાન વેક્સિનનું નિર્માણ કરવામાં આવ્યું. તેણે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, “જ્યારે મને ખબર પડી કે બે હજાર વર્ષ જૂની બીમારી પર સ્ટડી કરવામાં આવી રહી છે, તથા તેના માટે વેક્સિન બનાવવામાં આવી રહી છે. આ સ્ટડીનો એક ભાગ બનવામાં મને સહેજ પણ સંકોચ ના થયો.” લેરિસાને સાઈડ ઈફેક્ટ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું કે, ‘હું સાઈડ ઈફેક્ટ અંગે કોઈ ચિંતા કરતી નથી.’

પ્લેગ શું છે અને તે કેવી રીતે ફેલાય છે?

યેર્સિનિયા પેસ્ટિસ બેક્ટેરિયા સંક્રમણના કારણે પ્લેગની બીમારી થાય છે. આ બીમારી ઉંદરના કારણે થાય છે. જો કોઈ બેક્ટેરિયાથી સંક્રમિત એક ઉંદર કરડે તો પ્લેગ થાય છે. પ્લેગ થાય તો તાવ, લિમ્ફ નોડમાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી સમસ્યા થાય છે. કેટલાક કેસમાં ખાંસી થાય તો મોંઢામાંથી લોહી નીકળવાની સમસ્યા પણ થાય છે. સમયસર આ બીમારીનો ઈલાજ કરવામાં ના આવે તો વ્યક્તિનું મોત થઈ શકે છે. સંક્રમિત જાનવરની આસપાસ રહેવાથી પણ આ સંક્રમણ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિને પ્લેગ થાય અને તેના સંપર્કમાં જો કોઈ અન્ય સ્વસ્થ વ્યક્તિ આવે તો તેને પણ પ્લેગ થઈ શકે છે.
First published: