Covid-19 Vaccine: કોરોના વેક્સીનેશન માટે ચૂંટણી જેવી તૈયારી, 20 મંત્રાલય, 23 વિભાગ નિભાવશે અગત્યની ભૂમિકા

Covid-19 Vaccine: કોરોના વેક્સીનેશન માટે ચૂંટણી જેવી તૈયારી, 20 મંત્રાલય, 23 વિભાગ નિભાવશે અગત્યની ભૂમિકા
અત્યાર સુધી વેક્સીન આપવા માટે 96 હજાર લોકોને ટ્રેનિંગ આપવામાં આવી ચૂકી છે. (Photo: AP)

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોના વેક્સીનેશનને લઈને રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તર પર તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે

  • Share this:
    નવી દિલ્હીઃ ગયા વર્ષે 27 જાન્યુઆરીએ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)નો પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આ ખતરનાક વાયરસની ઝપટમાં દેશના એક કરોડથી વધુ લોકો આવી ચૂક્યા છે. પરંતુ હવે સારા સમાચાર આવી રહ્યા છે. DCGIએ કોરોનાની બે વેક્સીન- કોવિશીલ્ડ (Covishield) અને કોવેક્સીન (Covaxin)ને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. વેક્સીનેશનનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. પરંતુ દેશની 130 કરોડની વસ્તીને વેક્સીન આપવી મોટો પડકાર છે. જેથી તેના માટે મોદી સરકારે યુદ્ધ સ્તર પર તૈયારીઓ પૂરી કરી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન (Dr Harsh Vardhan)એ જણાવ્યું કે વેક્સીનેશન માટે ચૂંટણીની જેમ બૂથ સ્તર પર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ મુજબ સરકારે તેના માટે 20 મંત્રાલય અને 23 વિભાગોને તૈનાત કર્યા છે.

    સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, કોવિડ-19 માટે નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સીન એડમિનિસ્ટ્રેશન (NEGVA)ની ગાઇડલાઇનના હિસાબથી વેક્સીન આપવામાં આવશે. તેના માટે કેન્દ્ર સરકારના લગભગ 20 મંત્રાલયને કામમાં લગાવવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે વેક્સીનેશનને લઈને રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તર પર પહેલા જ તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્રના દરેક મંત્રીને પણ એ જણાવી દેવામાં આવ્યું છે કે વેક્સીનેશન દરમિયાન તેમની ભૂમિકા શું રહેશે.



    આ પણ વાંચો, કોરોના વેક્સીનને મંજૂરી ગર્વની વાત, વૈજ્ઞાનિકોએ દર્શાવ્યો આત્મનિર્ભર ભારતનો જુસ્સો- PM નરેન્દ્ર મોદી

    ચૂંટણીની જેમ બૂથ સ્તર પર વેક્સીનેશનની તૈયારી

    સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન મુજબ, વેક્સીનેશનનું કામ ચૂંટણી પ્રક્રિયાની જેમ દરેક બૂથ સ્તર પર કરવામાં આવશે. તેના માટે દેશના 719 જિલ્લામાં 57 હજાર લોકોએ ટ્રેનિંગમાં હિસ્સો લીધો. સાથોસાથ તેઓએ એવું પણ જણાવ્યું કે અત્યાર સુધી વેક્સીન આપવા માટે 96 હજાર લોકોને ટ્રેનિંગ આપવામાં આવી ચૂકી છે.

    દરેક ડિપાર્ટમેન્ટને અલગ-અલગ જવાબદારી

    બીજી તરફ, અંગ્રેજી અખબાર ‘ધ ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ મુજબ સરકારે ઓછામાં ઓછા ચાર વિભાગ- શહેરી વિકાસ, રેવન્યૂ, પીડબલ્યૂડી અને પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગને જવાબદારી આપી છે કે તેઓ એવા સ્થળની શોધ કરે જેને વેક્સીનેશન કેન્દ્ર બનાવી શકાય. ભારતમાં આમ તો લગભગ 82 લાખ વેક્સીનેશન કેન્દ્ર બનાવવામાં આવી શકે છે, પરંતુ કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે અનેક ખાસ બાબતોની જરૂર પડી શકે છે. એવામાં વેક્સીનેશન સેન્ટરની સંખ્યા ઓછી હોઈ શકે છે. યુનિવર્સલ ઇમ્યૂનાઇઝેશન પ્રોગ્રામ (યૂઆઇપી) હેઠળ આવનારા સેન્ટરનો ઉપયોય કરવામાં આવી શકે છે.

    આ પણ વાંચો, કોરોના વેક્સીન લેવા માટે Co-WIN એપ પર કરવું પડશે રજિસ્ટ્રેશન, જાણો સમગ્ર પ્રોસેસ

    દરેક સ્તર પર તૈયારી

    નોંધનીય છે કે, યૂઆઇપી હેઠળ આવનારા 28,900 કોલ્ડ સ્ટોરેજ ચેન અને લગભગ 8500 ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે. ભારતમાં વેક્સીનેશનની શરૂઆત 1978થી થઈ અને 1985માં આ અભિયાનનું નામ યુનિવર્સલ ઇમ્યૂનાઇઝેશન પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું. તે અંતર્ગત 12 બીમારીઓ માટે અને ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે વેક્સીનેશન થાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:January 03, 2021, 13:25 pm

    ટૉપ ન્યૂઝ