ડિસેમ્બરના પહેલા અઠવાડિયે શરૂ થશે બાળકોનું વેક્સિનેશન, જાણો કોને મળશે પ્રાથમિકતા
દેશમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 44 કરોડ બાળકો છે, પરંતુ સૌથી પહેલા લગભગ 6 કરોડ બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)
Covid Vaccination of Children: બાળકોની વેક્સિન માટે જાયકોવ ડી, કોવેક્સિન, બાયોલોજીકલ ઈ ફાર્મ અને સીરમ ઈન્સિટ્યૂટની કોવોવૈક્સ પણ લાઈનમાં છે. પરંતુ ડિસેમ્બરની શરૂઆતમાં બાળકોની વેક્સિનેશન પ્રક્રિયા શરૂ થઈ શકે છે.
રવિ સિંહ/નવી દિલ્હી: દેશમાં ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં બાળકોને કોરોના વેક્સિન (Corona vaccine to children) આપવાની શરૂઆત થઈ શકે છે. દેશમાં 18 વર્ષથી નાની ઉંમરનાા 44 કરોડ બાળકો છે. જેમાંથી 6 કરોડ બાળકોને શરૂઆતના તબક્કે વેક્સિન (vaccine) આપવામાં આવી શકે છે. જે અંગેનો ડિટેલ્સ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સૌથી પહેલા એવા 6 કરોડ બાળકોને વેક્સિન આપવામાં આવશે જેમનો કોઈ મોટી અથવા ગંભીર બિમારી (Serious illness) છે. પરંતુ તે અંગે બિમારીનું સર્ટિફેકેટ દેખાડવું જરૂરી છે. બાળકોની વેક્સિન માટે જાયકોવ ડી, કોવેક્સિન, બાયોલોજીકલ ઈ ફાર્મ અને સીરમ ઈન્સિટ્યૂટની કોવોવૈક્સ પણ લાઈનમાં છે. પરંતુ ડિસેમ્બરની શરૂઆતમાં બાળકોની વેક્સિનેશન પ્રક્રિયા શરૂ થઈ શકે છે. કેન્દ્ર સરકાર (Central Government)અનુસાર અનેક દેશમાં બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે અને સરકાર તેના પર નજર રાખી રહી છે.
મહત્વનું છે કે, અત્યારે અમેરિકા, ડેનમાર્ક, જર્મની, ઓસ્ટ્રિયા, હંગરી, ઈટલી, સ્પેન, સ્વીડન, ગ્રીસ, ફિનલેન્ડ, પોલેન્ડ, બ્રિટન, સ્વિઝર્લેન્ડ, ઈઝરાયલ, સંયુક્ત અરબ અમિરાત, ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ચીનમાં બાળકોનું વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દેશોમાં થઈ રહેલા વેક્સિનેશન પર કેન્દ્ર સરકાર નજર રાખી રહી છે. અને અન્ય દેશો પાસેથી બાળકોના વેક્સિનેશન પ્રક્રિયા પરથી અનેક સૂચનો પણ લઈ રહ્યા છે.
અમેરિકામાં 5-11 વર્ષના બાળકોને આપવામાં આવશે ફાઈઝર વેક્સિન
અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ હાલમાં જ 5 થી 11 વર્ષની વયના બાળકોને ફાઈઝરની કોવિડ-19 વિરોધી રસીના ડોઝ આપવાની મંજૂરી આપી છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ પહેલાથી જ 5 થી 11 વર્ષની વયના બાળકોને રસીના ડોઝ આપવાની પરવાનગી આપી દીધી છે. આ માત્રા પુખ્ત વયના અને કિશોરોને આપવામાં આવતા ડોઝનો ત્રીજા ભાગનો છે. આ નિર્ણય સાથે, અમેરિકામાં પ્રથમ વખત, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો એન્ટી-કોવિડ -19 રસી મેળવી શકશે.
ચીનમાં હવે ત્રણ વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોવિડ -19ની રસી આપવામાં આવશે. ચીનમાં લગભગ 76 ટકા વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે અને સરકાર કોવિડના વધતા કેસોને નિયંત્રિત કરવા માટે વિવિધ કડક પગલાં લઈ રહી છે. તાજેતરના દિવસોમાં, ઓછામાં ઓછા પાંચ પ્રાંતોમાં સ્થાનિક અને પ્રાંતીય-સ્તરની સરકારોએ જાહેરનામું બહાર પાડ્યું છે કે, ત્રણથી 11 વર્ષની વયના બાળકોને રસી આપવાની જરૂર પડશે.
સરકારે બાળકોના રસીકરણ અંગે કહી હતી આ વાત
અગાઉ, કોવિડ ટાસ્ક ફોર્સના વડા, વી.કે. પૌલે કહ્યું હતું કે સરકાર એકંદરે વૈજ્ઞાનિક તર્ક તેમજ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને ઉપલબ્ધ રસીની સપ્લાયની સ્થિતિના આધારે કોરોના વાયરસ સામે બાળકો અને કિશોરોના રસીકરણ અંગે અંતિમ નિર્ણય લેશે.
ઝાયડસ કેડિલાની સ્વદેશી રીતે વિકસિત Zycov-D રસી ભારતમાં 12 થી 18 વર્ષની વય જૂથના લોકો માટે ઉપયોગમાં લેવાતી પ્રથમ ઈન્જેક્શન-મુક્ત એન્ટિ-કોવિડ રસી બનવાની તૈયારીમાં છે. તેને ઈમરજન્સી યુઝ રાઈટ (EUA) મળ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર