Home /News /national-international /

કોવિડ-19 રસીકરણના પ્રમાણપત્રએ કરી પોલીસની મદદ, ચોરી કરતી ગેંગનો પર્દાફાશ

કોવિડ-19 રસીકરણના પ્રમાણપત્રએ કરી પોલીસની મદદ, ચોરી કરતી ગેંગનો પર્દાફાશ

કોવિડ-19 રસીકરણના પ્રમાણપત્રએ કરી પોલીસની મદદ,

મહારાષ્ટ્રના નંદૂરબાર જીલ્લામાં ચોરીની આ ઘટના અંગે ફરીયાદ નોંધાઇ હતી. દિવાળીના તહેવારો દરમિયાન આ વિસ્તારમાં ચોરી અને અન્ય ગુનાઓના અનેક કેસો નોંધાયા છે. 10 નવેમ્બરના દિવસે આવી જ ક ચોરીની જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસે ચોરોનો પીછો કર્યો હતો.

વધુ જુઓ ...
    વૈશ્વિક મહામારી કોરોના (Corona Virus)એ દેશભરમાં મચાવેલા તાંડવ બાદ રસીકરણ (Vaccination) ઝૂંબેશ વધુ તીવ્ર બનાવવા અને દેશમાં દરેક નાગરિકને વેક્સિનની સુરક્ષા આપવા સરકાર તમામ મોરચે પ્રયાસ કરી રહી છે. દેશના ઘણા રાજ્યોમાં વેક્સિન સર્ટીફીકેટ (Vaccination Certificate) વગર જાહેર સ્થળો પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ પણ લગાવ્યો છે. તે જ કારણ છે કે આધારકાર્ડ, પાસપોર્ટ, ચૂંટણીકાર્ડની જેમ વેક્સિન સર્ટીફીકેટ પણ દેશમાં જરૂરી દસ્તાવેજ (Important Document) બની રહ્યો છે. જાહેર સ્થળો પર પ્રવેશ, હવાઇ મુસાફરીથી લઇને દરેક જગ્યાએ રસીકરણ સર્ટીફીકેટ આવશ્યક બની રહ્યું છે. આ પ્રમાણપત્રની મદદથી મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra Police) બે ગુનેગારોને પકડવામાં સફળ રહી છે. ચોરી (Stealing) કર્યા પછી આ બે ચોર પોતાના રસીકરણ સર્ટીફીકેટ ઘટનાસ્થળે ભૂલી ગયા હતા. જેના આધારે પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા.

    નંદૂરબારમાં બના હતી ચોરીની ઘટના- મહારાષ્ટ્રના નંદૂરબાર જીલ્લામાં ચોરીની આ ઘટના અંગે ફરીયાદ નોંધાઇ હતી. દિવાળીના તહેવારો દરમિયાન આ વિસ્તારમાં ચોરી અને અન્ય ગુનાઓના અનેક કેસો નોંધાયા છે. 10 નવેમ્બરના દિવસે આવી જ ક ચોરીની જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસે ચોરોનો પીછો કર્યો હતો. પરંતુ રાત્રિના અંધારાનો લાભ લઇને ચોર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

    ચોરોના વાહનમાંથી મળ્યા વેક્સિન સર્ટીફીકેટ-  વાહન છોડીને નાસી છૂટેલા ચોરોને પકડવા પોલીસે તપાસ કરી હતી. પહેલા તો પોલીસને કંઇ જ હાથે લાગ્યું નહીં. પરંતું વધુ તપાસ કરતા વાહનમાંથી દસ્તાવેજોનું એક બંડલ પોલીસના હાથે લાગ્યુ હતું. જેમાંથી તેમને ચોરોના કોવિડ-19 રસીકરણ સર્ટીફીકેટ મળ્યા હતા. આ રસીકરણ સર્ટીફીકેટના આધારે પોલીસ પુણે અને ઇન્દોરમાં પોતાના લોકેશન સતત ફેરવી રહેલા ચોરોને પકડીને ગેંગને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળ રહી હતી.

    પોલીસે આ કેસમાં શૈલેન્દ્ર વિશ્વકર્મા અને સંતોષ સિંહ નામના શખ્સોની ધરપકડ કરી છે. જેમાં શૈલેન્દ્ર સામે મહારાષ્ટ્ર, તેલંગણા અને મધ્ય પ્રદેશમાં વિવિધ 63 ગુનાઓ નોંધાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જ્યારે સંતોષ સિંહ હત્યાના કેસમાં 14 વર્ષ સુધી જેલમાં હતો અને તે છૂટી ગયો હતો. પોલીસ તપાસ બાદ વિવિધ જગ્યાએથી ચોરી કરવામાં આવેલી 14 લાખ રૂપિયાની વસ્તુઓ જપ્ત કરી છે. હજુ પણ બંને આરોપીઓની પૂછપરછ બાદ પોલીસ અનેક ગુનાઓનું રહસ્ય ખોલી શકે છે.
    First published:

    Tags: Covid 19 Certificate, Covid 19 News Corona News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन