દેશમાં આવી ચૂકી છે કોરોનાની ત્રીજી લહેર! લોકોએ તોડ્યો નિયમ તો જોવા મળશે ભયાવહ રૂપ

પ્રતિકાત્મક તસવીર

રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સપ્ટેમ્બર મહિના સુધી આ લહેર પીક પર પહોંચી શકે છે

 • Share this:
  નવી દિલ્હી : દેશમાં કોરોનાની ભયાવહ બીજી લહેર (Covid Second Wave) પછી ત્રીજી લહેરને (Third Wave) લઇને આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે હૈદરાબાદના ટોપ એક્સપર્ટે કહ્યું કે સંભવત દેશની ત્રીજી લહેર આવી ચૂકી છે અને જો લોકો નિયમો ના માન્યા તો તે ભયાવહ થઇ શકે છે. હૈદરાબાદ વિશ્વવિદ્યાલયના પૂર્વ પ્રો-વાઇસ ચાન્સલર અને જાણીતા ફિજિસિસ્ટ ડૉ. વિપિન શ્રીવાસ્તવે છેલ્લા 15 મહિનાના આંકડાનું અધ્યયન કરીને આ વાત કહી છે.

  ટાઇમ્સ ઓફ ઇન્ડિયા પર પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે ડૉ શ્રીવાસ્તવે કહ્યું કે સંભવત ત્રીજી લહેર ચાર જુલાઇના રોજ દેશમાં એન્ટ્રી કરી ચૂકી છે. તેમણે આ ભવિષ્યવાણી માટે જે ટેકનિકનો ઉપયોગ કર્યો છે તેને વૈજ્ઞાનિક ભાષામાં ‘ડેલી ડેથ લોડ’ કહેવામાં આવે છે.

  આ પણ વાંચો - જનસંખ્યા નિયંત્રણ કાનૂન પર CM યોગીએ કહ્યું- દરેક મુદ્દાને રાજનીતિક ચશ્માથી જોઇ શકાય નહીં

  સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે આશંકા

  આ પહેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જલ્દી દેશમાં ત્રીજી લહેર પણ દસ્તક આપી શકે છે. ભારતીય સ્ટેટ બેંકે (SBI) પોતાના રિપોર્ટમાં કહ્યું કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આગામી મહિને દસ્તક આપી શકે છે. આ સાથે રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સપ્ટેમ્બર મહિના સુધી આ લહેર પીક પર પહોંચી શકે છે.

  SBIના રિસર્ચ રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે 7 મે ના રોજ ભારતમાં કોરોનાની બીજી લહેર પોતાના પીક પર પહોંચી ગઈ હતી. વર્તમાન આંકડા પ્રમાણે ભારતમાં જુલાઇના બીજા સપ્તાહના આસપાસ લગભગ 10,000 કેસ સુધી પહોંચી શકે છે. ઓગસ્ટ મહિનાના બીજા સપ્તાહ સુધી કોરોના કેસ વધવાના શરૂ થઇ શકે છે.
  Published by:Ashish Goyal
  First published: