Home /News /national-international /ચીન અને આ 5 દેશોમાંથી ભારત આવનારા મુસાફરોએ ફરજિયાત કોવિડ ટેસ્ટ કરાવવો પડશે

ચીન અને આ 5 દેશોમાંથી ભારત આવનારા મુસાફરોએ ફરજિયાત કોવિડ ટેસ્ટ કરાવવો પડશે

covid 19 guidlines

Covid Test Mandatory: ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોવિડ ગાઈડલાઈનમાં જરુરી સુધારા વધારા કર્યા છે, જેમાં હવે ચીન સહિત આ દેશોમાં થઈને આવનારા મુસાફરોએ ફરજિયાત કોરોના રિપોર્ટ કરાવવો પડશે.

ચીન, સિગોપોર, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ અને જાપાન આ છ એવા દેશો છે કે જ્યાં કોરોનાના કેસોનો ફરી એકવાર રાફડો ફાડ્યો છે. આ દેશમાંથી ભારત આવનારા મુસાફરોએ જ નહીં પરંતુ અહીં થઈને ભારત આવનારા મુસાફરોએ પણ કોવિડ નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો પડશે. આ મુસાફરોએ ભારત આવવાના 72 કલાક પહેલા પોતાનો કોવિડ રિપોર્ટ અપલોડ કરવો પડશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના ગાઈડલાઈનમાં કેટલાક જરુરી સુધારા વધારા કર્યા છે. કોરોનાના વધતા કેસો અને ભારતમાં તેની અસરને રોકવા માટે વિવિધ પગલા ભરવામાં આવી રહ્યા છે.

મંત્રાલય દ્વારા ગાઈડલાઈનમાં જે સુધારા વધારા કરવામાં આવ્યા છે તેમાં જણાવવામાં આવ્યું છે કે, "ગાઈડલાઈન્સમાં કરવામાં આવેલા સુધારા પ્રમાણે પ્રિ-ડિપાર્ચર RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત (ભારત આવવાના 72 કલાક પહેલા નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો) છે. જેઓ આ દેશોમાં થઈને ભારતના કોઈ પણ એરપોર્ટ પર આવી રહ્યા છે તેમણે પણ નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો પડશે."


આ સાથે મુસાફરોએ સિવિલ એવિએશનના એર સુવિધા પોર્ટલ પર RT-PCR રિપોર્ટની સાથે સેલ્ફ ડિકલેરેશન રજૂ કરવું પડશે. કેન્દ્રના પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, "આ પ્રક્રિયાને 1 જાન્યુઆરી 2023એ સવારે 10 વાગ્યાથી લાગુ કરી દેવામાં આવી છે." જે રીતે અગાઉ ભારતે કોરોનાની સ્થિતિ જોઈ છે તેનું ફરી નિર્માણ ના થાય તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. આ જ કારણે જે દેશોમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યાંથી આવનારા મુસાફરોની તપાસ કર્યા બાદ જ તેમને ભારતમાં એન્ટ્રી આપવામાં આવશે.

જોકે, બાકી દેશોની સરખામણીમાં ભારતમાં હજુ પણ સ્થિતિ કાબૂમાં છે, અહીં સોમવારે નવા 173 કેસ નોંધાયા છે. જેની સામે એક્ટિવ કેસનો આંકડો વધીને 2,670 થયો હતો. ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 4.46 કરોડ (4,46,78,822) થઈ ગયો છે અને કુલ 5,30,707 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
First published:

Tags: Ccoronavirus, Covid, Covid Test, COVID-19, Covid-19 Case

विज्ञापन