Corona Returns: આ દેશોથી આવનારા લોકોને રહેવું પડશે 14 દિવસ સુધી ક્વૉરન્ટિન

Corona Returns: આ દેશોથી આવનારા લોકોને રહેવું પડશે 14 દિવસ સુધી ક્વૉરન્ટિન
યૂકે, યૂરોપ, મિડલ ઈસ્ટ, સાઉથ આફ્રિકાથી આવનારા પેસેન્જરો માટે 7 દિવસનું ઈન્સ્ટીટ્યૂશનલ અને 7 દિવસનું હોમ ક્વૉરન્ટિન રહેવું અનિવાર્ય હશે

યૂકે, યૂરોપ, મિડલ ઈસ્ટ, સાઉથ આફ્રિકાથી આવનારા પેસેન્જરો માટે 7 દિવસનું ઈન્સ્ટીટ્યૂશનલ અને 7 દિવસનું હોમ ક્વૉરન્ટિન રહેવું અનિવાર્ય હશે

  • Share this:
    નવી દિલ્હી. દેશમાં કોરોનાના (Coronavirus) વધતા કેસોની વચ્ચે એક તરફ જ્યાં અનેક રાજ્યોમાં નાઇટ કર્ફ્યૂ (Night Curfew) લાદી લેવામાં આવ્યો છે. તો બીજી તરફ મુંબઈ (Mumbai)માં સતત વધતા કેસોની વચ્ચે નવી ગાઇડલાઇન હેઠળ હવે કેટલાક દેશોથી મુંબઈ આવનારા પેસેન્જરો (Passenger)ને 14 દિવસ સુધી ક્વૉરન્ટિન (Quarantine) રહેવું અનિવાર્ય કરી દીધું છે. તેમાં યૂકે, યૂરોપ, મિડલ ઈસ્ટ, સાઉથ આફ્રિકાથી આવનારા પેસેન્જરો માટે 7 દિવસનું ઈન્સ્ટીટ્યૂશનલ અને 7 દિવસનું હોમ ક્વૉરન્ટિન રહેવું અનિવાર્ય હશે. જોકે તેમાં જેમની ઉંમર 65 વર્ષથી વધુ છે, ગર્ભવતી મહિલાઓ, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઈન્સ્ટીટ્યૂશન ક્વૉરન્ટિન નહીં રહેવું પડે. બીએમસી (BMC)એ તેને લઈને દિશા-નિર્દેશ જાહેર કરી દીધા છે.

    માત્ર આ લોકોને મળશે રાહત



    બીએમસીએ જે ગાઇડલાઇન જાહેર કરી છે તેમાં વ્યક્તિ જેની ઉંમર 65 વર્ષથી વધારે છે, ગર્ભવતી મહિલાઓ અને પાંચ વર્ષથી નાના બાળકો ઉપરાંત જે લોકોને તેમાંથી છૂટ આપવામાં આવી છે તેમાં પાંચ વર્ષથી નાના બાળકોના માતા-પિતા, એવા પેસેન્જર જેમને ગંભીર બીમારી છે કે પછી જેમને તાત્કાલિક મેડિકલ ઇમરજન્સી હોય કે સાથી એવી સ્થિતિમાં હોય જ્યાં ઘરમાં પિતા, માતા, ભાઈ, બહેન કે અન્ય સભ્ય કોઈ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા હોય, કે કોઈનું મૃત્યુ થયું હોય. એવા પેસેન્જર જેઓએ કોવિડ વેક્સીનનો ડોઝ પૂરો કરી લીધો હોય, મેડિકલ પ્રોફેશનલ્સ જે પોતાના કાર્યથી જેમાં સર્જરી કે બીજા જરુરી કામો હોય તેને ઈન્સ્ટીટ્યૂશન ક્વૉરન્ટિનથી છૂટ મળશે.

    આ પણ વાંચો, LPG Subsidy: ગેસ સિલિન્ડર પર કેટલા રૂપિયા અને કેવી રીતે મળશે સબ્સિડી? અહીં મેળવો તમામ જાણકારી

    એરપોર્ટ અધિકારી આપશે પરમિશન

    આવા તમામ મામલામાં જરૂરી દસ્તાવેજ પેસેન્જરને એરપોર્ટ પર ઉપસ્થિત ઓફિસર ઇન ચાર્જને દર્શાવવાના રહેશે. ત્યારબાદ તે નક્કી કરશે કે આપને છૂટ મળવી જોઈએ કે નહીં. ત્યારબાદ ક્વૉરન્ટિનના પીરિયડમાં કડકાઈથી નિયમોનું પાલન કરવાનું રહેશે.

    આ પણ વાંચો, નવી ચિંતાઃ રિપોર્ટમાં દાવો- દેશના આ 3 રાજ્ય બની શકે છે આગામી કોવિડ Hotspots

    મુંબઈમાં એક દિવસમાં સાત મોત

    મુંબઈમાં સતત કોવિડના કેસ વધતા જઈ રહ્યા છે. શનિવારે અહીં કોરોનાથી પીડિતોની કુલ સંખ્યા 3,58,896 સુધી પહોંચી ગઈ જ્યારે સાત લોકોનાં શનિવારે મોત થયા છે. અહીં અત્યાર સુધીમાં કુલ 11576 મોત થઈ ચૂકી છે. દર રોજ સરેરાશ રેકોર્ડ 20,043 કેસો સામે આવી રહ્યા છે. શનિવારે તેની સંખ્યા 27,126એ પહોંચી ગઈ હતી.
    Published by:Mrunal Bhojak
    First published:March 21, 2021, 07:01 am

    ટૉપ ન્યૂઝ