પટના : બિહારના બક્સર જિલ્લામાં ગંગા નદીમાં તરતી ઘણી લાશો જોવા મળતા હડકંપ મચી ગયો છે. આ લાશો ફુલેલી અને સડેલી છે. આ ભયાનક નજારો ભારતમાં કોવિડ સંકટ કેટલું ખતરનાક તે બતાવવા માટે પુરતું છે. બિહાર અને ઉત્તર પ્રદેશને અડીને આવેસા ચૌસા શહેરના ગંગા તટ પર લગભગ ઘણ બધી લાશો જોવા મળી હતી.
સવારમાં લોકોને ગંગા તટ પર ખતરનાક અને ડરાવનારું દ્રશ્ય જોવા મળ્યું હતું. સ્થાનિક પ્રશાસનનું માનવું છે કે આ લાશો ઉત્તર પ્રદેશથી પાણીના પ્રવાહમાં વહીને આવી છે. આ લાશો કોરોના દર્દીઓની છે. પ્રશાસનનો અંદાજ છે કે પરિવારજનોને આ લાશ દફન કરવા માટે કોઇ સ્થાન મળ્યું નહીં હોય તો તેમણે ગંગામાં પધરાવી દીધા હશે.
અધિકારી અશોક કુમારે ચૌસા જિલ્લાના મહાદેવ ઘાટ પર કહ્યું કે પાણીમાં તરતી લગભગ 40-45 લાશો જોવા મળી હતી. અશોક કુમારના મતે એવું લાગે છે કે આ લાશને નદીમાં ફેકી દેવામાં આવી છે. સૂત્રોનો દાવો છે કે અહીં 100ની આસપાસ લાશો હોઈ શકે છે. બીજા અધિકારી કે કે ઉપાધ્યાયના મતે આ ફુલેલી લાશોને જોવા પછી એવું લાગે છે કે આ પાંચથી છ દિવસથી પાણીમાં હોઈ શકે છે. અમારે તેની તપાસ કરવી પડશે કે આ ઉત્તર પ્રદેશના કયા શહેરમાંથી આવી છે. લોકોમાં હડકંપ
શહેરમાં આ લાશો મળી આવ્યા પછી હડકંપની સ્થિતિ જોવા મળી છે. તેમને આશંકા છે કે આ લાશો અને દુષિત થયેલા નદીના પાણીના કારણે સંક્રમણના ના ફેલાય. ગામના નરેન્દ્ર કુમારે કહ્યું હતું કે લોકોને સંક્રમણની બીક છે. આ લાશોને દફનાવવી પડશે. એક અધિકારી આવ્યા હતા તેમણે કહ્યું કે આ લાશોને સાફ કરી દો, 500 રૂપિયા આપવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર