નવી દિલ્હી : કોરોના મોરચે નવા (coronavirus)સમાચાર સામે આવી રહ્યાં છે, જેના પગલે ચિંતામાં હાલ પૂરતી થોડી રાહત તો મળી છે પણ કેસની સંખ્યા હાલ પણ ચિંતાનો વિષય છે. સોમવારે ફરી એકવાર 3000થી વધુ દર્દીઓ (coronavirus cases)મળી આવ્યા હતા. જોકે છેલ્લા ત્રણ દિવસથી નવા કેસોમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry)દ્વારા કહેવામાં આવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં 3157 નવા કેસ નોંધાયા છે અને 26 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2,723 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 19500 થઈ ગઈ છે.
અગાઉ રવિવારે 3,324 કેસ નોંધાયા હતા. શનિવારે 3,688, શુક્રવારે 3377 અને ગુરુવારે 3,303 કેસ નોંધાયા હતા. સોમવારે નોંધાયેલા 26 મૃત્યુમાંથી, 21 એવા છે ગત દિવસોમાં કેરળમાં થયા હતા, પરંતુ આંકડો હવે અપડેટ કરવામાં આવ્યો છે. સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, પહેલા દિવસની તુલનામાં એક્ટિવ કેસોની સંખ્યામાં 408નો વધારો થયો છે. જો રાજ્યોમાં એક્ટિવ કેસોની સંખ્યા પર નજર કરીએ તો સૌથી વધુ કેસ દિલ્હીમાં જ જોવા મળ્યા છે. રાજધાનીમાં એક્ટિવ કેસ હવે વધીને 5997 થઈ ગયા છે, જે છેલ્લા 24 કલાકમાં 281નો વધારો છે. તે પછી યુપી, હરિયાણા અને બંગાળનો નંબર આવે છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 4,25,38,976 લોકો કોરોનાથી સાજા થયા છે. કોરોનાના નવા કેસોમાં સૌથી વધુ ઉછાળો 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળી રહ્યો છે. સદનસીબે, મોટાભાગના રાજ્યોમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા અઠવાડિયામાં 1000થી ઓછી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5,23,869 લોકોના મોત થયા છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં દેશભરમાં લોકોને રસીના કુલ 1,89,23,98,347 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 4,02,170 લોકોને વેક્સિનેટેડ કરવામાં આવ્યા છે. રાજધાનીની બાજુમાં આવેલા ગૌતમ બુદ્ધ નગર (નોઈડા) જિલ્લામાં કોવિડ-19ના નવા કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને કલમ 144ને 31 મે સુધી લંબાવવામાં આવી છે. ખુલ્લામાં પૂજા અને નમાઝ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જણાવી દઈએ કે તહેવારોમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર