Corona in China : નેશનલ હેલ્થ કમિશન અનુસાર, શનિવારે સ્થાનિક ચેપના 1,656 કેસ નોંધાયા હતા. તેમાંથી 1,191 જિલિનમાં, 158 ફુજિયનમાં, 51 શેનડોંગમાં, 51 ગુઆંગડોંગમાં અને 39 લિયાઓનિંગ પ્રાંતમાં દેખાયા હતા. 81 કેસમાં સંક્રમિત લોકો ચીનની બહારથી આવ્યા હતા.
ચીનમાં, કોરોના વાયરસના (Coronavirus) બેકાબૂ ઓમિક્રોન વેરિઅન્ટને (Omicron Variant) કારણે કોવિડ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. જેના કારણે આર્થિક સંકટની સ્થિતિ સર્જાઈ છે. પ્રાંતો પર ભારે નાણાકીય બોજ છે. કોવિડની શરૂઆત 2019માં ચીનના વુહાનમાં થઈ હતી. ચીને કડક નિયમો દ્વારા બે વર્ષ સુધી સંક્રમણને નિયંત્રણમાં રાખ્યું હતું, પરંતુ છેલ્લા એક-બે અઠવાડિયાથી ઓમિક્રોનના કારણે દબાણ વધી રહ્યું છે.
નેશનલ હેલ્થ કમિશન અનુસાર, શનિવારે સ્થાનિક ચેપના 1,656 કેસ નોંધાયા હતા. તેમાંથી 1,191 જિલિનમાં, 158 ફુજિયનમાં, 51 શેનડોંગમાં, 51 ગુઆંગડોંગમાં અને 39 લિયાઓનિંગ પ્રાંતમાં દેખાયા હતા. 81 કેસમાં સંક્રમિત લોકો ચીનની બહારથી આવ્યા હતા.
શૂન્ય કોવિડ નીતિને કારણે, કોવિડ પ્રભાવિત પ્રાંતોમાં આર્થિક સ્થિતિ કથળી રહી છે. પોલિસી રિસર્ચ ગ્રૂપ (POREG) નામની થિંક ટેન્કના વિશ્લેષકોના મતે ચીનમાં સ્થાનિક સરકારો ભારે નાણાકીય બોજનો સામનો કરી રહી છે.
ચીનની ઇન્વેસ્ટમેન્ટ બેંક તિયાનફેંગ સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, દેશભરમાં કોવિડ નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાતા મોડલથી નાણાકીય દબાણ વધી રહ્યું છે. શાંઘાઈ સ્થિત ચીનના આંતરરાષ્ટ્રીય નાણાકીય અને લોજિસ્ટિક્સ સેન્ટર POREG અનુસાર, ચીન રોગચાળાની શરૂઆતથી સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેનાથી તેની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડી શકે છે.
ઝીરો કોવિડ પોલિસી ચાલુ રહેશે
ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ શી જિનપિંગે કોવિડને નિયંત્રિત કરવા માટે ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યું હતું કે ચીન ઝીરો કોવિડ નીતિને વળગી રહેશે. શી જિનપિંગે વૈજ્ઞાનિક સચોટતા સાથે રોગચાળાના ફેલાવાને રોકવા પર ભાર મૂક્યો હતો.
હોંગકોંગમાં આજે કોવિડ પ્રતિબંધોની સમીક્ષા કરવામાં આવશે
સ્થાનિક વહીવટી વડા કેરી લેમે કહ્યું કે હોંગકોંગમાં કોવિડ પ્રતિબંધોની સોમવારે સમીક્ષા કરવામાં આવશે. હાલમાં કડક નિયંત્રણો છે. હોંગકોંગે ઓસ્ટ્રેલિયા અને યુકે સહિત નવ દેશોની આવનારી ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર