Home /News /national-international /COVID-19: 'વિશ્વમાં કોરોનાની ચોથી લહેર ચાલી રહી છે' - આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતની તૈયારી વિશે જણાવ્યું
COVID-19: 'વિશ્વમાં કોરોનાની ચોથી લહેર ચાલી રહી છે' - આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતની તૈયારી વિશે જણાવ્યું
ફાઇલ તસવીર
COVID-19 In India: સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, 'વિશ્વમાં કોરોનાની ચોથી લહેર ચાલી રહી છે. અમે દરેક એરપોર્ટ પર તપાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 8700 ફ્લાઈટ્સ ટ્રેસ કરવામાં આવી છે. જેમાં 15 લાખ મુસાફરોની તપાસ કરવામાં આવી હતી અને 200થી વધુ મુસાફરો પોઝિટિવ મળી આવ્યા હતા.’
નવી દિલ્હીઃ ચીન, અમેરિકા સહિત ઘણા દેશોમાં કોરોના વાયરસની નવી લહેરને લીધે વિશ્વની ચિંતા વધી ગઈ છે. આવી સ્થિતિમાં ભારતમાં કોવિડ-19 વાયરસને લઈને તકેદારી વધારવામાં આવી છે અને વિદેશથી આવતા મુસાફરોનું એરપોર્ટ પર જ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકોને કોરોનાની આ નવી લહેર વિશે ચેતવણી આપી છે.
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ હતુ કે, 'વિશ્વમાં કોરોનાની ચોથી લહેર ચાલી રહી છે. પીએમ મોદીએ લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. અમે દરેક એરપોર્ટ પર તપાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 8700 ફ્લાઈટ્સ ટ્રેસ કરવામાં આવી છે. જેમાં 15 લાખ મુસાફરોની તપાસ કરવામાં આવી હતી અને 200થી વધુ મુસાફરો પોઝિટિવ મળી આવ્યા હતા.’
Omicronનો BF7 વેરિઅન્ટ ઘણાં મુસાફરોમાં જોવા મળ્યો
આરોગ્ય મંત્રીએ પણ માહિતી આપી હતી કે, જે લોકો કોવિડ પોઝિટિવ મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તેમના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. તેમાંના ઘણા મુસાફરોમાં BF7 વેરિઅન્ટ જોવા મળ્યો છે. અમારી રસી BF7 વેરિઅન્ટ પર અસરકારક છે. ભવિષ્યમાં કોઈપણ વેરિયન્ટ નવા સ્વરૂપે આવી શકે છે તેથી જ દરેક કેસનું જિનોમ સિકવન્સિંગ કરવામાં આવી રહ્યું છે.’
ભારતમાં પણ કોરોનાના સક્રિય કેસ
ઉલ્લેખનીય છે કે, 11 જાન્યુઆરી બુધવારના કોરોના વાયરસના ચેપના તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોવિડ-19 ચેપના 171 નવા કેસ સામે આવ્યા છે. તેને કારણે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 2,342 થઈ ગઈ છે.
બુધવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,46,80,386 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 5,30,722એ પહોંચ્યો છે. આંકડા અનુસાર, દેશમાં દૈનિક ચેપ દર 0.09 ટકા અને સાપ્તાહિક ચેપ દર 0.11 ટકા નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા કુલ સંક્રમિતોના 0.01 ટકા છે, જ્યારે કોવિડ-19માંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર વધીને 98.80 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 23નો વધારો નોંધાયો છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર