શુભ સમાચાર! WHOએ ખુદ કહ્યું - આ વર્ષના અંત સુધી તૈયાર થઈ જશે Corona વેક્સિન

શુભ સમાચાર! WHOએ ખુદ કહ્યું - આ વર્ષના અંત સુધી તૈયાર થઈ જશે Corona વેક્સિન
હુરુન રિસર્ચની રિપોર્ટ મુજબ તેમની કંપનીમાં વુદ્ધિ થવાની મજબૂત વેપારી સંભાવના છે. રિપોર્ટ મુજબ 31 મે 2020 સુધીના અરબપતિઓની સૂચીમાં પૂનાવાલાનું નામ દુનિયાના 86માં અમીર વ્યક્તિઓમાં છે. મહામારીના 4 મહિનામાં તેમનું નેટવર્થમાં 25 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.

ભવિષ્યમાં આ ઘાતક વાયરસથી બચાવનાર રસીના સંદર્ભમાં સ્વામીનાથને કહ્યું કે, લગભગ 10 જગ્યા પર માનવ પરીક્ષણ ચાલી રહ્યું છે. અને તેમાંથી ત્રણ જગ્યા પર પરીક્ષણ અંતિમ તબક્કામાં પ્રવેશી ચુક્યું છે

 • Share this:
  લંડન : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના શિર્ષ વૈજ્ઞાનિક ડો. સૌમ્ય સ્વામીનાથને ગુરૂવારે કહ્યું કે, કોવિડ-19ની વેક્સિન બનાવવા માટે અનેક જગ્યાએ કામ અંતિમ તબક્કામાં છે, અને પૂરી આશા છે કે, કોરોનાની રસી આ વર્ષના અંત સુધીમાં આપણને મળી જશે. આ સિવાય સ્વામીનાથને કહ્યું કે, મેલેરિયા રોધી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિન કોરોના સંક્રમિતોની સારવાર માટે કારગર નથી પરંતુ નુકશાન કરી રહી છે, જેથી તેના પર ચાલી રહેલા તમામ રિસર્ચ અને ટ્રાયલને રોકી દેવામાં આવ્યા છે.

  10 જગ્યા પર ચાલી રહ્યું હ્યુમન ટ્રાયલ  ભવિષ્યમાં આ ઘાતક વાયરસથી બચાવનાર રસીના સંદર્ભમાં સ્વામીનાથને કહ્યું કે, લગભગ 10 જગ્યા પર માનવ પરીક્ષણ ચાલી રહ્યું છે. અને તેમાંથી ત્રણ જગ્યા પર પરીક્ષણ અંતિમ તબક્કામાં પ્રવેશી ચુક્યું છે, જ્યાં એક રસી પ્રભાવીત સાબિત થઈ રહી છે. કારગર વેક્સિનને લઈ ડબલ્યૂએચઓના પ્રયાસનો ઉલ્લેખ કરતા સ્વામીનાથને કહ્યું કે, મને આશા છે, હું આશાન્વિત છુ પરંતુ વેક્સિન વિકસિત કરવી એક જટિલ પ્રક્રિયા છે, અને તેમાં ખૂબ જ વધારે અનિશ્ચિતતા પણ છે. સારી વાત એ છે કે, આપણી પાસે કેટલાક અલગ-અલગ ઉમેદવાર છે અને પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું, જો આપણે ભાગ્યશાળી છીએ તો, આ વર્ષના અંત સુધીમાં એક અથવા બે સફળ વેક્સિન મળી જશે.

  હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ રોકી

  આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાના ટ્રાયલને રોકી દેવામાં આવ્યું છે. WHOએ કહ્યું કે, કેટલાક દેશમાં ટ્રાયલ કરવા છતા આ દવા કોરોના દર્દીઓની સારવારમાં કારગર સાબિત નથી થઈ રહી. જેથી હવે તેનું ટ્રાયલ બંધ કરવામાં આવવું જોઈએ. હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનો સૌથી વધારે પક્ષ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડો. સૌમ્યા સ્વામીનાથનનું એ પણ કહેવું છે કે, લોકોને કોવિડ-19 સંક્રમણની ચપેટમાં આવવાથી રોકવા માટે મેલેરીયા રોધી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ભૂમિકા હોઈ શકે છે.

  તેમણે કહ્યું કે, આ સંબધમાં ક્લીનિકલ પરીક્ષણ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, હાલમાં એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, સંક્રમણના શરૂમાં કોવિડ-19 મહમારીની પ્રચંડતા રોકવામાં અથવા ઓછી કરવામાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ભૂમિકા છે કે નહી. તેમણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કરવામાં આવી રહેલા અન્ય પરીક્ષણોના સંદર્ભ આપતા કહ્યું કે, અમે હજુ સુધી આ નથી જાણતા, જેથી મોટા પાયે પરીક્ષણ પૂરૂ કરવાનું અને આંકડા ભેગા કરવાની જરૂરત છે.

  ડબલ્યૂએચઓ એક્સપ્રટ એના મારિયા હેનાઓ રેસટ્રેપોએ કહ્યું કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી પક્ષ લીધા બાદ પણ હાઈડ્રોક્સીક્લોરોક્વીન કેટલાક ટ્રાયલ્સ અને સ્ટડીમાં કોરોનાની સારવાર માટે પૂરી રીતે સાબિત નથી થઈ. એના મારિયાએ કહ્યું કે, હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નક્કી કર્યું છે કે, હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની ટ્રાયલ દુનિયાના કોઈ દેશમાં કોરોના દર્દીઓ પર નહીં કરવામાં આવે. અથવા કેટલાક દેશના સમૂહ પણ આ દવાનું ટ્રાયલ ચાલુ નહીં રાખી શકે.
  Published by:kiran mehta
  First published:June 19, 2020, 16:26 pm

  ટૉપ ન્યૂઝ