શરમજનક! કોરોનાથી મોત થતાં દફનાવવા માટે 500 મીટર સુધી શબને ઘસેડ્યું, વીડિયો વાયરલ

શરમજનક! કોરોનાથી મોત થતાં દફનાવવા માટે 500 મીટર સુધી શબને ઘસેડ્યું, વીડિયો વાયરલ
વીડીયો વાયરલ થયા બાદ સ્થાનિક લોકો ખૂબ ગુસ્સામાં છે. (Video Grab)

ગામ લોકોએ શબને દફનાવવા માટે મંજૂરી ન આપતાં મેડિકલ સ્ટાફે કોરોના પીડિતના મૃતદેહનું કર્યું અપમાન

 • Share this:
  બેંગલુરુઃ કર્ણાટક (Karnataka)થી ચોંકાવનારી તસવીરો સામે આવી રહી છે. કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીનું મોત થયું તો શબ (Dead Body)ને કોઈ સન્માન આપવામાં ન આવ્યું. બે દિવસ પહેલા બેલ્લારીમાં પણ શબો સાથે બેદરકારીનો મામલો સામે આવ્યો હતો. તાજેતરનો મામલો યાદગીર અને દાવનગેરેનો છે. મળતી માહિતી મુજબ, અહીં શબને દફનાવતાં પહેલા 500 મીટર ઘસેડવામાં આવ્યું. વીડીયો વાયરલ થયા બાદ સ્થાનિક લોકો ખૂબ ગુસ્સામાં છે અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

  વાયરલ વીડિયોમાં શું છે?  આ વીડિયોને તમે ચોંકી જશો. બે મેડિકલ સ્ટાફ PPR કિટ પહેરીને શબને ઘસેડતાં દફનાવવા માટે લઈ જઈ રહ્યા છે. મૂળે, ગામ લોકોએ શબને પોતાના ગામમાં દફનાવવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ મેડિકલ સ્ટાફ શબને લઈને ગામના બહારના હિસ્સામાં ગયા. પરંતુ તેઓએ શબને કોઈ સન્માન ન આપ્યું. અહીંના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ એમ. કુલરમા રાવે આ ઘટના બાદ કારણ દર્શક નોટિસ મોકલી આપી છે.


  આ પણ વાંચો, મહિલાઓ સામે માસ્ટરબેટ કરનારા ઇન્સ્પેક્ટરની ધરપકડ, નોકરીમાંથી હાંકી કઢાયા

  આ પહેલા બેલ્લારીથી આવો જ એક વીડીયો સામે આવ્યો હતો. એક પછી એક 8 કોરોના પીડિતોના શબ ખાડામાં ફેંકી દેવામાં આવ્યા હતા. બેલ્લારીના ડેપ્યૂટી કમિશ્નર એસ. એસ. નકુલે કહ્યું કે તેઓએ પણ સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોની ગંભીર નોંધ લીધી છે. તેઓએ મંગળવારે કહ્યું કે, અમે તપાસના આદેશ આપ્યા છે.

  આ પણ વાંચો, સુશાંતે આત્મહત્યા કરી ત્યારે ઘરે હાજર જ હતો તેનો મિત્ર સિદ્ધાર્થ, પોલીસે ફરી કરી પૂછપરછ


  સતત વધી રહ્યા છે કોરોનાના કેસ : કર્ણાટકમાં બુધવારે કોવિડ-19ના 1,272 નવા કેસ સામે આવ્યા જે અત્યાર સુધી એક દિવસમાં આવેલા સૌથી વધુ કેસ છે, જ્યારે સંક્રમણના કારણે સાત લોકોનાં મોત થયા છે. સંક્રમણના નવા કેસની સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 16,514 પર પહોંચી ગઈ છે અને સંક્રમણના કારણે મરનારા લોકોની સંખ્યા 253 થઇ ગઈ. આરોગ્ય વિભાગે આ જાણકારી આપી છે.
  First published:July 02, 2020, 14:06 pm

  टॉप स्टोरीज