કોરોનાની રસી માત્ર એક વર્ષમાં બની ગઈ, HIVના ચાર દાયકા વીતી ગયા છતાં રાહ શેની? શું છે પડકાર?

પ્રતિકાત્મક તસવીર

કોરોના રસીને વિકસિત કરતા એક વર્ષથી પણ ઓછો સમય લાગ્યો છે. ત્યારે HIV AIDS બીમારીની રસી છેલ્લા ચાર દાયકાથી શોધાઈ રહી છે, હજુ તે સામે આવી નથી!

  • Share this:
નવી દિલ્હી : હાલ કોરોના મહામારીએ અનેક લોકોના જીવ લીધા છે. કરોડો લોકોને ચેપ લગાડ્યો છે. મહામારીના કારણે વૈજ્ઞાનિકો પણ ધંધે લાગી ગયા છે. જોકે એવું નથી કે, કોરોના એકમાત્ર બીમારી છે જેણે માણસજાતને ચેલેન્જ આપી હોય. અગાઉ પણ અનેક બીમારીઓ આવી હતી. આજે પણ તે અસ્તિત્વમાં છે. કોરોના રસીને વિકસિત કરતા એક વર્ષથી પણ ઓછો સમય લાગ્યો છે. ત્યારે HIV AIDS બીમારીની રસી છેલ્લા ચાર દાયકાથી શોધાઈ રહી છે, હજુ તે સામે આવી નથી!

એઇસના દર્દીઓની સંખ્યા

એડ્સનો પ્રથમ કેસ નોંધાયો હોય તેને ચાર દસકા થઈ ચૂક્યા છે. એક સમયે એડ્સ થાય એટલે મોત થયું તેમ સમજવામાં આવતું હતું. પણ આપણા વૈજ્ઞાનિકોએ આ રોગને નિયંત્રણને શ્રેણીમાં લાવી દીધો છે. જોકે, વિશ્વભરમાં 3.8 કરોડ દર્દીઓને આજે પણ આ રોગની રસીની રાહ છે.

અત્યારે કઈ સારવાર અપાય છે?

અત્યારે સારવારમાં એન્ટીરેટ્રોવાયરસનો ઉપયોગ થાય છે. જે લેવાથી દર્દીના શરીરમાં એડ્સનું પ્રમાણ ઓછું થઈ જાય છે. એડ્સના દર્દીઓ સ્વસ્થ રહે છે. તેઓ પોતાના સાથીમાં HIV સંક્રમણ ફેલાવી શકતા નથી. જે લોકોમાં HIV સંક્રમણની શક્યતા વધુ હોય તેઓ એક્સપોઝર પ્રોફીલેઈકસીસ લઈ શકે છે. આ દવા રોજ લેવાથી સંક્રમણની શકયતા 99 ટકા સુધી ઘટી જાય છે.

તો પછી રસીની શું જરૂર

હજુ સુધી HIVની સારવાર આખી દુનિયામાં પહોંચી નથી. સુવિધાઓ અને દવાઓ ઉપલબ્ધ હોય તેવા સામાજિક અને આર્થિક રીતે સધ્ધર વિસ્તારોમાં પણ ચેપી રોગોને દૂર કરવાના મામલામાં રસી કરતાં કંઇ અસરકારક ન હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે જોનસન એન્ડ જોનસન કંપની HIVની રસી માટે માણસ પર ટ્રાયલ કરી રહી છે. જેમાંથી એકના પ્રારંભિક પરિણામ આ વર્ષના અંતમાં આવી જશે.

પડકારો ઘણા બધા

કોરોના મહામારીની રસી વિકસિત કરવા માટે ટૂંકો સમય લાગ્યો, કારણ કે વિશ્વભરના દેશોમાં આ રસી પહોંચાડવાની હતી. આમાંથી કેટલીક રસી તો HIV માટે પારખવામાં આવેલી ટેકનોલોજી પર જ બનાવાઈ છે. અલબત્ત, કોરોના સંક્રમણ અને HIV સંક્રમણમાં જમીન-આસમાનનો ફરક છે.

તો તકલીફ શું છે?

HIV રસી વિકસાવતી સંસ્થા HVTNના મુખ્ય તપાસનીશ લેરી કોરેએ AFPને જણાવ્યું હતું કે માનવ રોગપ્રતિકારક શક્તિ એચઆઈવી સામે લડવામાં સક્ષમ નથી. જ્યારે કોરોના સામે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ લડી શકે છે, તેની જાણ અગાઉથી હતી. કોરોના રસી એન્ટીબોડીને વાયરસના સ્પાઈક પ્રોટીન સાથે બાંધવા તૈયાર કરે છે. જેનાથી માનવીય કોશિકાઓ સંક્રમિત થતા બચી જાય છે.

પરંતુ HIVનું શું?

HIVની સપાટી પર પણ સ્પાઇક આકારનું પ્રોટીન હોય છે. જેના આધારે HIV રસી વિકસિત થઈ રહી છે. પણ પરંતુ કોરોનાનો વેરિયન્ટ ફક્ત થોડા જ સમગ્ર વિશ્વમાં ફેલાય છે, HIVમાં આવું નથી. તેના હજારો વેરિયન્ટ સંક્રમિત વ્યક્તિમાં જ જોવા મળે છે. આ રેટ્રોવાયરસ હોવાથી દર્દીના DNA સાથે જોડાઈ જાય છે. અસરકારક રસીએ વાયરસને દૂર કરવા અને ઘટાડવા સાથે વ્યક્તિના શરીરમાં કાયમ રહેવું પડશે.

ટ્રાયલની શું સ્થિતિ

HIV રસી વિકસાવવા માટેના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ તે અસફળ રહ્યા છે. જોનસન એન્ડ જોનસનની રસીની ટ્રાયલ આફ્રિકામાં ચાલી રહી છે, જેનાં પરિણામો થોડા મહિનામાં આવશે. જ્યારે અમેરિકા, યુરોપ, દક્ષિણ આફ્રિકાના પરીક્ષણોનો ડેટા વર્ષ 2024 સુધીમાં આવશે. આ સિવાય અન્ય કેટલીક પ્રકારની રસીઓ પર પણ કામ ચાલી રહ્યું છે. પરંતુ અસરકારકતાના પરીક્ષણમાં લાંબો સમય લાગશે. શરીરના કોષો રસી ફેકટરીઓમાં ફેરવી નાખતી mRNA ટેકનોલોજી છે, કોરોના સામે પણ અસરકારક હતી અને HIVના કિસ્સામાં ફરક લાવી શકે તેવી આશા છે.
First published: