કોરોના વેક્સીન માટે કરાવવું પડશે રજિસ્ટ્રેશન, કેન્દ્રએ સમજાવી આખી પ્રક્રિયા

કોરોના વેક્સીન માટે કરાવવું પડશે રજિસ્ટ્રેશન, કેન્દ્રએ સમજાવી આખી પ્રક્રિયા
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા 9 મહિનાથી કોરોના વાયરસના (CoronaVirus)ડરમાં જીવી રહેલા લોકોને હવે વેક્સીનની (Vaccine)આશા બંધાઇ છે

 • Share this:
  નવી દિલ્હી : છેલ્લા 9 મહિનાથી કોરોના વાયરસના (CoronaVirus)ડરમાં જીવી રહેલા લોકોને હવે વેક્સીનની (Vaccine)આશા બંધાઇ છે. લોકો આશા કરી રહ્યા છે કે વેક્સીનની સાથે આ મહામારીના ખરાબ સમયનો અંત આવી જશે. સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry)શુક્રવારે જણાવ્યું કે કોરોના વેક્સિનેશન સ્વેચ્છા પર આધારિત હશે. જેને પણ ટિકાકરણ કરવાનું છે તેણે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. મંત્રાલયે કોરોના વેક્સીન સંબંધિત પુછવામાં આવી રહેલા સવાલોનું એક લિસ્ટ બનાવ્યું હતું. જેના પર એક-એક કરીને જવાબ આપવામાં આવ્યો છે.

  મંત્રાલયે કહ્યું કે કોવિડ વેક્સિનેશન સ્વેચ્છાના આધારે આપવામાં આવશે. જોકે એ સલાહ આપવામાં આવે છે કે વેક્સીનનો પુરો ડોઝ લે. જેનાથી તમે પોતે બીમારીથી દૂર રહી શકશો સાથે તેના પ્રસારથી બીજાને પણ બચાવી શકશો. મંત્રાલયે જણાવ્યું કે ઘણી વેક્સીન પોતાના ફાઇનલ સ્ટેજના અલગ-અલગ ચરણોમાં છે. ભારત બાયોટેક-આઈસીએમઆર સહિત 6 વેક્સીનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના 1075 નવા કેસ, 1155 દર્દીઓ સાજા થયા, 9 દર્દીઓના મોત

  વેક્સીન કેટલી સુરક્ષિત છે તેના સવાલ પર મંત્રાલયે કહ્યું કે કોઈપણ વેક્સીન રેગ્યુલેટરી ઓથોરિટીના એપ્રુવલ પછી જ લોકોને આપવામાં આવશે. સુરક્ષા સંબંધી બધા માનક પૂરા કરવામાં આવશે. જોકે અન્ય વેક્સીનની જેમ કોરોના વેક્સીનના પણ કોમન સાઇડ ઇફેક્ટ્સ હોઈ શકે છે. જેમ કે તાવ, દુખાવો વગેરે. બે ડોઝમાં આપવામાં આવનાર વેક્સીન 28 દિવસોના અંતરાલમાં લેવી પડશે.

  રાજ્યોને વેક્સીન સંબંધી સાઇડ ઇફેક્ટ્સને લઈને પણ તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે. તેને પણ સુરક્ષિત ડિલિવરીનો પણ એક ભાગ માનવામાં આવ્યો છે. મંત્રાલયે એ પણ જણાવ્યું કે કેન્સર, ડાયબિટીસ, બીપી જેવા રોગનો પહેલાથી સારવાર કરાવી રહેલા લોકોને વેક્સીન પ્રાથમિકતાના આધારે આપવામાં આવશે. કારણ કે આ લોકો હાઇ રિસ્ક ઝોનમાં છે.
  Published by:Ashish Goyal
  First published:December 18, 2020, 23:15 pm