ચીની કંપની સિનોવેક દ્વારા બનાવવામાં આવેલ કોવિડ-19 વેક્સીનને WHOએ આપી મંજૂરી

પ્રતિકાત્મક તસવીર

18 વર્ષથી વધુ વય ધરાવતી વ્યક્તિઓ માટે સિનોવેક દ્વારા બનાવવામાં આવેલી કોવિડ-19 વેક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી

  • Share this:
નવી દિલ્હી : વિશ્વ આરોગ્ય સંસ્થાએ 18 વર્ષથી વધુ વય ધરાવતી વ્યક્તિઓ માટે સિનોવેક દ્વારા બનાવવામાં આવેલી કોવિડ-19 વેક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. વેક્સીન બનાવતી આ ચીનની બીજી એવી કંપની છે, જેને વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંજૂરી આપી છે.

U.N સ્વાસ્થ્ય એજન્સીએ મંગળવારે જણાવ્યું કે નિષ્ણાંતોએ આપેલ આંકડા પરથી જાણકારી મળી છે કે વેક્સીનના બે ડોઝ લીધેલ વ્યક્તિઓમાં કોવિડ-19નું સંક્રમણ જોવા મળ્યું નથી. WHOએ જણાવ્યું કે રિસર્ચમાં એડલ્ટ શામેલ હતા, તેથી 60 વર્ષથી અધિક ઉંમરના લોકોમાં વેક્સીન કેટલી અસરકારક રહી તે કહીં ન શકાય.

EMAએ સિનોવેક કોરોના વાયરસ રસીની સમીક્ષા શરૂ કરી

તેમ છતાં, WHO વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓને વેક્સીન આપવાની ના પાડે છે. એજન્સીએ જણાવ્યું કે સિનોવેક વેક્સીનનો અન્ય દેશમાં ઉપયોગ કરાતા તેના આંકડા પરથી કહી શકાય કે વૃદ્ધ વ્યક્તિઓ માટે આ વેક્સીન ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.

એપ્રિલ મહિનામાં બ્રાઝિલમાં વૈજ્ઞાનિકોની ટીમે કરેલ સ્ટડી અનુસાર રિપોર્ટમાં વેક્સીનની 50% અસરકારકતા હોવાનું જણાવવામાં આવ્યું હતું. એપ્રિલમાં ચિલીમાં રિઅલ વર્લ્ડની સ્ટડીમાં વેક્સીનની 67% અસરકારકતા જોવા મળી હતી.

ગયા મહિને WHOએ સિનોફાર્મ દ્વારા બનાવવામાં આવેલ કોવિડ-19 વેક્સીનને મંજૂરી આપી હતી. તેની પાસે ફાઈઝર-બાયોએનટેક, એસ્ટ્રાઝેનેકા, મોડર્ના અને જ્હોનસન & જ્હોનસન દ્વારા બનાવવામાં આવેલ વેક્સીનના લાયસન્સ પણ છે.

WHO કોઈ વેક્સીનને મંજૂરી આપે તો વેક્સીનના દાતાઓ અને અન્ય U.N. એજન્સીઓ તે વેક્સીનનો ગરીબ દેશોમાં ઉપયોગ કરવા માટે ખરીદી શકે છે. ભારતમાં સૌથી મોટા સપ્લાયરોએ કહ્યું કે ભારતમાં નવા સંક્રમણોમાં સતત વધારો થતો હોવાના કારણે તે આ વર્ષના અંત સુધીમાં કોઈપણ પ્રકારની વેક્સીન નહીં આપી શકે.

આજ સુધીમાં COVAX સાથે સિનોવેક વેક્સીન માટે કોઈ સમજૂતી કરવામાં આવી નથી.

યૂરોપમાં ડ્રગ રેગ્યુલેટરે સિનોવેક વેક્સીન માટે તાત્કાલિક સમીક્ષા પ્રક્રિયા શરૂ કરી છે. 27-નેશન બ્લોક માટે આ વેક્સીન માટે ક્યારે નિર્ણય કરવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

બિલાટરેલ ડીલની મદદથી દુનિયાભરના ડઝન દેશોમાં ચીનની મિલિયન્સ વેક્સીનનું વિતરણ કરવામાં આવ્યું છે. અમીર દેશોએ પશ્ચિમ દવા નિર્માતાઓ પાસેથી મોટી માત્રામાં વેક્સીન લઈ લીધી હોવાથી, અનેક દેશોએ આપૂર્તિ સુરક્ષિત કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

ચીન પાસે 5 વેક્સીન છે, વિદેશોમાં સિનેફાર્મા અને સિનોવેક આ બે કંપનીઓ નિકાસ કરે છે. ચીનની રસી નિષ્ક્રિય રસી છે, જે નષ્ટ પામેલ કોરોનાવાયરસથી બનાવવામાં આવે છે.

વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતી મોટાભાગની COVID-19 રસી, ખાસ કરીને પશ્ચિમમાં ઉપયોગમાં લેવાતી રસી નવી ટેક્નોલોજીથી બનાવવામાં આવે છે. જે કોરોનાવાયરસની સપાટીને કોટ કરતા સ્પાઇક પ્રોટીનને ટાર્ગેટ કરે છે.
First published: