ભારત માટે 50 કરોડ કોરોના વેક્સીન ડોઝ બનાવવાનું બીડુ આ વ્યક્તિએ ઉઠાવ્યું

ભારત માટે 50 કરોડ કોરોના વેક્સીન ડોઝ બનાવવાનું બીડુ આ વ્યક્તિએ ઉઠાવ્યું
ભારત માટે 50 કરોડ કોરોના વેક્સીન ડોઝ બનાવવાનું બીડુ આ વ્યક્તિએ ઉઠાવ્યું

ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોવિડ વેક્સીનના હ્યુમન ટ્રાયલમાં શાનદાર પરિણામ આવ્યા છે

 • Share this:
  નવી દિલ્હી : દુનિયાભરમાં કોરોના વાયરસના (Coronavirus)વધી રહેલા કેસ વચ્ચે આ મહામારીની વેક્સીન બને તેવા સંજોગો બન્યા છે. બુધવારે સમાચાર આવ્યા હતા કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી (Oxford University)ની કોવિડ વેક્સીન (Covid-19 Vaccine)ના હ્યુમન ટ્રાયલમાં શાનદાર પરિણામ આવ્યા છે. અમેરિકાની ફાર્મા કંપની મોર્ડર્નાના પણ સિમિત હ્યુમન ટ્રાયલના પરિણામ સકારાત્મક આવ્યા છે. વેક્સીન બનવાની સાથે દુનિયાના દેશો સામે સૌથી મોટો પડકાર રહેશે કે આખરે તેના અધિકાર કેવી રીતે ખરીદીએ અને પોતાના નાગરિકો સુધી કેવી રીતે પહોંચાડવામાં આવે.

  સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા  જો ભારતની વાત કરવામાં આવે તો આ મામલામાં એક વેક્સીન બનાવનાર કંપનીની સક્રિયતાના કારણે મુશ્કેલી ઓછી થતી જણાઈ રહી છે. પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ પહેલા જ ઓક્સફોર્ડના પ્રોજેક્ટમાં કોલેબરેશન કરી રાખ્યું છે. જો ઓક્સફોર્ડની વેક્સીન સફળ થશે તો ભારતમાં તેની ઉપલબ્ધતામાં કોઈ પરેશાની આવશે નહીં. મીડિયામાં એવા રિપોર્ટ આવી ચૂક્યા છે કે ઓક્સફોર્ડનો પ્રોજેક્ટ સફળ થવાની સાથે જ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા વેક્સીનના 100 કરોડ ડોઝ તૈયાર કરશે. જેમાં 50 ટકા ભાગ ભારત માટે રહેશે અને 50 ટકા ગરીબ અને મધ્યમ આવકવાળા દેશ માટે રહેશે.

  આ પણ વાંચો - બિલ ગેટ્સે ભારતીય ફાર્મા કંપનીઓની પ્રશંસા કરી, કહ્યું- આખી દુનિયા માટે કોરોના વેક્સીન બનાવી શકે છે

  કોણ છે અદર પૂનાવાલા

  અદર પૂનાવાલા (Adar Poonawalla)વર્તમાન સમયમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ છે. તેમના પિતા ડો. સાઇરસ પૂનાવાલાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 1966માં કરી હતી. આ કંપની પૂનાવાલા ગ્રૂપનો ભાગ છે. અદર પૂનાવાલાએ યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટી ઓફ વેસ્ટમિનિસ્ટરથી અભ્યાસ કર્યો છે. અદર પૂનાવાલાએ પોતાના પિતાની કંપની 2001માં જોઈન કરી હતી. માનવામાં આવે છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટને આગળ વધારવા અને તેના ઇન્ટરનેશનલ ગ્રોથમાં તેમનું મોટું યોગદાન છે. 2011માં તે કંપનીના સીઇઓ બન્યા હતા.
  Published by:Ashish Goyal
  First published:July 16, 2020, 22:26 pm

  टॉप स्टोरीज