કોલકાતાઃ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal Chief Minister Mamta Banerjee)એ કોરોનાની વેક્સીન (Covid-19 Vaccine)ને લઈ મોટી જાહેરાત કરી છે. તેઓએ કહ્યું છે કે રાજ્યમાં લોકોને કોરોનાની વેક્સીન મફતમાં આપવામાં આવશે. સરકાર તેના માટે તમામ સ્તર પર વ્યવસ્થા ઊભી કરી રહી છે. નોંધનીય છે કે દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોનાની વેક્સીન આપવામાં આવશે. વેક્સીનેશનના પ્રારંભિક ચરણોમાં પહેલા સ્વાસ્ય્મ કર્મીઓ, ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવશે. એક અનુમાન મુજબ આ સંખ્યા લગભગ 3 કરોડ છે.
બંગાળમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા મમતાનો આ નિર્ણય ખૂબ જ અગત્યનો માનવામાં આવી રહ્યો છે. વેક્સીન મફતમાં આપવાના નિર્ણયને લઈને મમતા બેનર્જીએ આદેશ પણ જાહેર કરી દીધો છે. નોંધનીય છે કે બંગાળની સાથોસાથ સમગ્ર દેશમાં હાલમાં વેક્સીનેશનને લઈ ડ્રાય રન હાથ ધરવામાં આવી રહ્યું છે.
I am happy to announce that our government is making arrangements to facilitate the administration of #COVID19 vaccine to all the people of the state without any cost: West Bengal CM Mamata Banerjee pic.twitter.com/I2Y9DvbHeo
મમતા બેનર્જીએ કહ્યું કે, હું આ જાહેરાત કરતાં ખુશી અનુભવું છે કે અમારી સરકાર રાજ્યના તમામ લોકોને કોઈ ચાર્જ લીધા વગર કોરોનાની વેક્સીનની સુવિધા આપવાની વ્યવસ્થા કરી રહી છે. મમતા બેનર્જી સરકારની આ જાહેરાત પર બીજેપીનું કહેવું છે કે મમતા કેન્દ્ર સરકારના કામની ક્રેડિટ લેવાનો પ્રયાસ કરી રહી છે. મમતા સરકારને ઘેરવા માટે બીજેપી સતત પ્રયાસ કરી રહી છે.
ગત સપ્તાહે કેન્દ્રીય સ્વાસ્ય્ મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે 3 કરોડ ફ્રન્ટ લાઇનર્સને આ વેક્સીન મફતમાં મળશે. દેશની બાકી જનતાને શું તેના માટે પૈસા આપવા પડશે કે નહીં, તેને લઈને હજુ ચિત્ર સ્પષ્ટ નથી થયું. કહેવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર એ નક્કી કરશે કે શું તેઓ પોતાના લોકોને મફતમાં વેક્સીન આપે છે કે પછી પૈસા લઈને આપે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર