કોરોના વેક્સીન લીધા બાદ જો બોડી પર જોવા મળે આવા લક્ષણો, તો જાણી લો તેનું કારણ

પ્રતિકાત્મક તસવીર

હેલ્પ લાઇનના મત મુજબ તજજ્ઞોનું માનવું છે કે, વેકસીનના સાઇડ ઇફેક્ટથી ડરવાની જરૂર નથી. સાઈડ ઇફેક્ટથી જ રસીની અસરકારકતા તપાસી શકાય છે

  • Share this:
Covid 19 Vaccine Side Effects: દેશમાં કોરોના વાયરસનો (Corona)પ્રકોપ સતત વધી રહ્યો છે. તજજ્ઞોનું માનવું છે કે સંક્રમણથી બચવા માટે સૌથી વધુ રસી (Corona Vaccine) અસરકારક છે. આવી સ્થિતિમાં જો તમે પણ રસી લગાવવાના હોવ, અથવા લગાવી દીધી હોય તો શરીરમાં કેટલાક લક્ષણ (Symptoms)દેખાશે. તેનું ધ્યાન રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે જે લોકો પ્રથમ વખત ડોઝ લઇ રહ્યા છે તેઓને ચક્કર આવી શકે. હળવો તાવ પણ અનુભવાઈ શકે છે. મોટાભાગના લોકોને બુસ્ટર ડોઝ પછી આવો અનુભવ થાય છે. ઘણા લોકોએ સાઇડ ઇફેક્ટથી ડરીને ડોક્ટરનો સંપર્ક કર્યો છે.

સાઈડ ઇફેક્ટ હાનિકારક છે?

હેલ્પ લાઇનના મત મુજબ તજજ્ઞોનું માનવું છે કે, વેકસીનના સાઇડ ઇફેક્ટથી ડરવાની જરૂર નથી. સાઈડ ઇફેક્ટથી જ રસીની અસરકારકતા તપાસી શકાય છે. રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વધે છે કે નહીં તે પણ ફલિત થાય છે. સાઈડ ઇફેક્ટને તજજ્ઞો સકારાત્મક રીતે જુએ છે.

સાઈડ ઇફેક્ટ ન થાય તો નુકસાન નથી

સાઈડ ઇફેક્ટ ન થાય તો પણ જોખમ તમને કોઈ નથી. જરૂરી નથી કે, જે લોકોએ આડઅસર હોય તેમના શરીરમાં જ રસી યોગ્ય રીતે કાર્ય કરી રહી છે. પરીક્ષણના ડેટા મુજબ અડધાથી વધુ સહભાગીઓને કોઈ આડઅસર હોતી નથી. છતાં રસી મુકાયા થયા પછી પણ તેઓ 90 ટકાથી વધુ સુરક્ષિત હતા તેવું તજજ્ઞો કહે છે.

આ પણ વાંચો - અસલી રેમડેસિવીર અને નકલી રેમડેસિવીર ઇન્જેક્શનની ઓળખ કેવી રીતે કરવી? જાણો

લોકોમાં અલગ અલગ પ્રતિક્રિયા કેમ?

રસીકરણ પછી રોગપ્રતિકારક શક્તિ શારિરીક ક્ષમતા અનુસાર જુદી જુદી રીતે પણ પ્રતિક્રિયા આપે છે. તે વ્યક્તિની ઉંમર, લિંગ, પર્યાવરણ, પોષણ, આનુવંશિકતા અને દવાના ઉપયોગ સહિતના પાસાઓ ઉપર આધારિત હોય છે. આવી પ્રતિક્રિયા માત્ર કોવિડ રસી પછી જ નહીં પણ ફલૂની રસી પછી પણ જોવા મળે છે.

આવા લક્ષણો દેખાય તો શું કરવું જોઈએ

સીડીસીના મત મુજબ રસી લીધા બાદ જો તમને તાવ, થાકનો અનુભવ થાય તો વધુમાં વધુ પ્રવાહી પદાર્થોનું સેવન કરવું અને આરામ કરવો જોઈએ. જો રસી લગાવ્યા બાદ હાથમાં સોજો ચડી જાય તો ઠંડી વસ્તુ ત્યાં ઘસવી જોઈએ.

અન્ય રસી લીધા બાદ પણ થઈ શકે સાઇડ ઇફેક્ટ

તમે બાળકોને રસી અપાયા બાદ પણ જોયું હશે કે, ડોક્ટરો તેમને પેરાસિટામોલ આપવાની સલાહ આપે છે. આ સલાહ સાઈડ ઇફેક્ટના કારણે જ અપાય છે. ઘણી રસી એવી છે જે લીધા બાદ સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. ઈંફ્લુએન્ઝા એમ.એમ.આર, ટીડી/ડીટીએપી જેવી રસીમાં આવું થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમે રસી લીધા બાદ સાઈડ ઇફેક્ટનો અનુભવ કરો કે ન કરો તો પણ રસીની અસર થાય છે.

(Disclaimer: આ લેખમાં અપાયેલી જાણકારી અને સૂચનો સામાન્ય જ્ઞાન પર આધારિત છે. Nesw18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો)
First published: