નવી દિલ્હી : કેન્દ્ર સરકારે બે કંપનીઓ સાથે કોરોનાની વેક્સીનને (Covid-19 Vaccine) લઈને ડીલ નિશ્ચિત કરી લીધી છે. વેક્સીનના ડોઝની સંખ્યાની સાથે-સાથે તેની કિંમત પણ નક્કી કરી દેવામાં આવી છે. જે બે કંપનીઓ સાથે સરકારની ડીલ પાક્કી થઈ છે તે ભારત બાયોટેકની કોવેક્સીન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ-ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ છે. ભારત બાયોટેક સાથે સરકારે 11 જાન્યુઆરીએ 55 લાખ ડોઝ માટે ડીલ કરી છે. 16 જાન્યુઆરીથી દેશભરમાં વેક્સીનેશનનું કામ શરૂ થઈ જશે.
ન્યૂઝ 18ને મળેલી જાણકારી પ્રમાણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને સરકારને 4.5 કરોડ વેક્સીન આપશે. જેમાં 1.10 કરોડ ડોઝની સપ્લાઇ પહેલા ફેઝમાં કરવામાં આવશે. જ્યારે ભારત બાયોટેક તરફથી આગામી કેટલાક મહિનામાં 55 લાખ વેક્સીનની ડોઝ આપવામાં આવશે. પ્રથમ ફેઝમાં કુલ 38.5 લાખ જ્યારે બીજા ફેઝમાં લગભગ 16.5 લાખ વેક્સીન આપવામાં આવશે. પછી ભારત બાયોટેક તરફથી 45 લાખ ડોઝ બીજા આપવામાં આવશે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક પાસે સરકારે કેટલીક ફ્રી વેક્સીનની પણ માંગણી કરી છે. ભારત બાયોટેક સાથે ફ્રી ડોઝની વાત થઈ ગઈ છે. જ્યારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે હાલ વાતચીત ચાલી રહી છે. કોવિશીલ્ડના એક ડોઝની કિંમત 220 રૂપિયા છે. જ્યારે કોવેક્સીનની કિંમત ટેક્સ સાથે 309 રૂપિયા 50 પૈસા છે. કહેવામાં આવે છે કે કોવેક્સીનની કિંમત એટલા માટે વધારે છે કારણ કે તેનો ફક્ત એક ડોઝ લાગવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજ્યોએ પ્રથમ ફેઝ માટે પૈસા આપવાના નહીં રહે. આ ખર્ચો કેન્દ્ર સરકાર ઉઠાવશે અને આ પૈસા પીએમ કેયર્સ ફંડથી આવશે.
HLL કરશે ભાગીદારી - કોન્ડોમ બનાવનાર એક સરકારી કંપની હિન્દુસ્તાન લેટેક્સ લિમિટેડને (HLL)સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકની વેક્સીન ખરીદવાની જવાબદારી આપવામાં આવી છે. 1970ના દશકમાં આ કંપનીએ પરિવાર નિયોજનમાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન કંપની નિરોધના નામથી કોન્ડોમ બનાવતી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર