Home /News /national-international /COVID-19 વેક્સીન અંગે સરકારનો મોટો ખુલાસો, રસી ન લેનારાઓ માટે કોરોના બન્યો કાળ

COVID-19 વેક્સીન અંગે સરકારનો મોટો ખુલાસો, રસી ન લેનારાઓ માટે કોરોના બન્યો કાળ

આજે અમદાવાદ શહેરમાં 06, વડોદરા શહેરમાં 03, ગાંધીનગરમાં 15, પંચમહાલમાં 08 મળીને કુલ 33 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે.

નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડાયરેક્ટર ડો. એસ.કે. સિંહે જણાવ્યું કે વેક્સિનેશ વિનાના અને અન્ય ગંભીર રોગોથી પીડિત લોકો સૌથી વધુ જોખમમાં છે.

ભારતમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન (Corona Vaccination) ચાલી રહ્યું છે. રસીકરણને કોરોનાવાયરસ (CoronaVirus) સામેના સૌથી મહત્વપૂર્ણ શસ્ત્રોમાંનું એક ગણાવતા આવે છે. સરકારે કહ્યું છે કે દિલ્હીમાં કોવિડ (Delhi Covid19)ના કારણે મૃત્યુ પામેલા લગભગ 64 ટકા લોકો એવા હતા જેમણે રસીના એક પણ ડોઝ લીધી ન હતા અને અન્ય ગંભીર રોગોથી તેઓ પીડિત હતા.

નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)ના ડાયરેક્ટર ડો. એસ.કે. સિંહે (Dr. SK Singh) અહીં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વેક્સિનેશ વિનાના અને અન્ય ગંભીર રોગોથી પીડિત લોકો સૌથી વધુ જોખમના વર્ગમાં આવે છે. તેમણે કહ્યું,‘જો આપણે આજે દિલ્હીના આંકડાઓ પર નજર કરીએ તો પણ આપણી પહેલા થયેલા તમામ મૃત્યુમાંથી 64 ટકા એવા લોકો છે જેમને રસી આપવામાં આવી નથી અને જેમને અન્ય ગંભીર બીમારીઓ હતી. જેથી જેમને રસી આપવામાં આવી નથી અને જેમને અન્ય ગંભીર રોગો છે તેઓ કોરોના સામેની લડાઇમાં સૌથી વધુ જોખમના વર્ગમાં છે. ,

વેક્સીને મોતના ખતરાને ઓછો કર્યો

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે (Dr. Balram Bhargav) કોવિડ-19 સામે રસીકરણને સૌથી મહત્વપૂર્ણ શસ્ત્રોમાંનું એક ગણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું, વેક્સીન વિનાના લોકોની સરખામણીએ રસી લેનાર લોકોમાં મૃત્યુનું જોખમ ઓછું છે. કારણ કે રસી લીધા વગરન લોકોની સરખામણીમાં રસી લીધેલા લોકોમાં મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી નાંખે છે.

વેક્સિનેશન સૌથી મોટુ હથિયાર: ICMR

બલરામ ભાર્ગવે એવા રાજ્યોને રસીકરણની ઝડપ વધારવા અપીલ કરી હતી, જ્યાં રસીકરણનો દર ખુબ ઓછો છે. તેમણે કહ્યું,‘અમે દેશમાં પુખ્ત વયના લોકોમાં 95 ટકા પ્રથમ ડોઝ અને 74 ટકા સંપૂર્ણ રસીકરણ સુધી પહોંચી ગયા છીએ, પરંતુ હજુ પણ કેટલાક રાજ્યો એવા છે જ્યાં વેક્સિનેશન ઓછું છે. એટલા માટે હું તે રાજ્યોને રસીકરણને વેગ આપવા અને ઝડપી બનાવવા માટે અપીલ કરવા માંગુ છું, કારણ કે તે કોવિડ-19 સામે સંરક્ષણ તરીકે આપણી પાસે ઉપલબ્ધ સૌથી મહત્વપૂર્ણ શસ્ત્રોમાંનું એક છે.

તેમણે કહ્યું કે દેશમાં રસીના ડોઝની સંખ્યા સંપૂર્ણપણે ઉપલબ્ધ છે. માટે તેને દરેક રીતે વધારવું જોઈએ. તેમણે કહ્યું કે જે લોકોને અન્ય ગંભીર બીમારીઓ છે તેઓએ ભીડથી દૂર રહેવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તેઓ સંક્રમિત ન થાય.

સાડા ત્રણ લાખ કેસમાં માત્ર 435 મોત

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે રસીકરણથી દેશમાં કેસ ઘટાડવામાં, હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઘટાડવામાં અને ગંભીર કેસને ઘટાડવામાં મદદ મળી છે. તેમણે એક સરખામણી આપતા કહ્યું કે ભારતમાં બીજી લહેર 7 મે 2021 ના ​​રોજ 4,14,188 નવા કેસ નોંધાયા હતા. (ત્યારે માત્ર ત્રણ ટકા રસી આપવામાં આવી હતી) અને ત્યારે 3679 મૃત્યુ થયા હતા. જ્યારે 21 જાન્યુઆરી 2022ના રોજ કુલ 3,47,254 કેસ નોંધાયા હતા અને માત્ર 435 મૃત્યુ થયા હતા.
First published:

Tags: Corona Case Update, Corona vaccine latest news, Covid 19 cases, Covid 19 death, ICMR, India Corona Vaccine